



GCMMF, અમૂલ, ઇરમા અને NDDBના અધિકારીઓ સાથે ચર્ચા કરી
ડેરી પ્રવૃત્તિ ભારતમાં બિઝનેસ કરતા વિશેષ પ્રમાણમાં કરોડો ખેડૂતોની આજીવિકાનું સાધન છે. મૂલ્યની દ્રષ્ટિએ દૂધ એ ભારતની સૌથી મોટી કૃષિ કોમોડિટી છે અને તેનું મૂલ્ય ડાંગર અને ઘઉં બંનેના સંયુક્ત મૂલ્ય કરતાં પણ વધુ છે.
ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના સપનાં અનુસાર એનડીડીબી ડેરી ક્ષેત્રના ખેડૂતોમાં ટેકનોલોજી આધારિત આવક વૃધ્ધિની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહી છે અને તેના ભાગરૂપે જ દેશના 9 કરોડ ખેડૂતો પૈકી 2 કરોડ ખેડૂતો દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓને 60 વર્ષની ઉંમર પછી રૂા. 3000 માસિક પેન્શન આપવાની યોજનાની ચર્ચા જીસીએમએમએફ, અમુલ, ઇરમા અને એનડીડીબીના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાની કેન્દ્રના માછીમારી, પશુપાલન અને ડેરી પ્રધાન ગિરીરાજ સિંહે પત્રકારો સાથે વાતચિતમાં કરી હતી.
આ ચર્ચાના કેન્દ્રમાં મુખ્યત્વે ડેરી ક્ષેત્રના ખેડૂતોની આજીવિકામાં વધારો કરવા માટેના ઈનોવેટીવ મોડેલ્સની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આનાથી તેમની આર્થિક રીતે ટકી શકવાની શક્તિ અને કલ્યાણમાં વૃધ્ધિ થઇ શકે.