Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtIndiaNationalWorld News

નોકરીના નામે છેતરપિંડી:હૈદરાબાદની 8 મહિલાને UAEમાં શેખોને વેચી દીધી, પરિવારે બચાવવા માટે સરકાર સમક્ષ મદદ માગી

 

  • આઠ મહિલાના પરિવારે વિદેશમંત્રી જયશંકર સમક્ષ મદદ માટે પત્ર લખ્યો છે

હૈદરાબાદમાં નોકરીના નામ પર મહિલાઓ સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યા છે. જૂના હૈદરાબાદની 8 મહિલા સંયુક્ત અરબ અમીરાત (UAE)ના અનેક વિસ્તારોમાં ફસાઈ ગઈ છે. શહેરના મિશ્રીગંજના જાણીતા એજન્ટ મોહમ્મદ શફીએ UAEમાં નોકરી અપાવવાના નામે અરબના શેખ પરિવારોને આ મહિલાઓ વેચી દીધી હતી.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી શફીની ધરપકડ કરી છે. આઠ મહિલા અમરીન બેગમ, નાઝિયા બેગમ, યાસમીન બેગમ, રહીમા બેગમ, કનીજ ફાતિમા, મેહરુન્નિસા બેગમ, આસમા બેગમ અને જરીના બેગમના પરિવારે વિદેશમંત્રી એસ. જયશંકરને પત્ર લખી મદદની માગ કરી છે.

વિઝિટર વિઝા પર દુબઈ મોકલાઈ હતી
ગયા સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જૂના શહેરની આશરે 10 મહિલાને UAE મોકલવામાં આવી હતી. એજન્ટ શફીએ આ તમામ મહિલાને દુબઈના શોપિંગ મોલ્સમાં નોકરી અપાવવાનું કહી વિઝિટર વિઝા પર દુબઈ મોકલી હતી, જ્યાં તમામ મહિલાઓ શ્રમિક ભરતી એજન્સીના માલિક અલ-સફીરને સોંપી દેવામાં આવી હતી.

પરિવારે આપવીતી કહી

કેસ1: અપરિચિત મહિલાએ રિસીવ કર્યા અને અરબોને વેચી દીધી
બેગમ પેટના પ્રકાશનગરમાં રહેનારી બદરુન્નિસા બેગમે કહ્યું કે તેની બે દીકરી નાજિયા અને યામીનને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં દુબઈ મોકલવામાં આવી હતી. બન્ને દુબઈ રવાના થઈ એ અગાઉ એજન્ટને તેમણે રૂપિયા 8-8 હજાર આપ્યા અને તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમને દુબઈમાં પ્રત્યેક મહિને રૂપિયા 30-30 હજારનું વેતન મળશે.

દુબઈ પહોંચ્યા બાદ દીકરીઓએ ફોન કરી માહિતી આપી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને શોપિંગ મોલમાં નોકરી આપવાને બદલે અરબ પરિવારોમાં વેચી દેવામાં આવી છે. બન્ને બહેનોને દુબઈમાં અલ-સફીર એજન્સીની એક અપરિચિત મહિલાએ રિસીવ કરી હતી અને અરબી પરિવારોને પૈસા લઈ વેચી દેવામાં આવી હતી.

કેસ 2: એજન્ટ એક લાખ રૂપિયા માગતો હતો
જૂના શહેરના વટ્ટેપલ્લી વિસ્તારમાં રહેનાર ઓટો ડ્રાઈવર મોહમ્મદ મકબૂલે કહ્યું હતું કે 40 દિવસ અગાઉ સંબંધીઓએ પત્નીને નોકરી માટે UAE મોકલી હતી. એજન્ટે કહ્યું હતું કે જે દિવસ તે હૈદરાબાદથી દુબઈ જવા રવાના થઈ એ દિવસથી પત્નીની નોકરી શરૂ થઈ જશે, પણ દુબઈ પહોંચ્યા બાદ પત્નીને 14 દિવસ માટે ક્વોરન્ટીનમાં રાખવામાં આવી. બાદમાં તેને એક અરબી પરિવારમાં કામ માટે મોકલી આપી. પછી તેણે છેતરપિંડીની વાત કહી. એજન્ટે પણ કહ્યું હતું કે જો તે પત્નીને જોવા ઈચ્છતો હોય તો એક લાખ રૂપિયા જમા કરાવે.

સરકાર સમક્ષ મદદની વિનંતી કરાઈ
મજલિસ બચાવો તહરીક પાર્ટીના પ્રવક્તા અમદુલ્લા ખાન ખાલિદે કહ્યું હતું કે પીડિતોએ તેમની પાસે આવી દીકરીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની વાત કરી હતી. વિદેશ મંત્રાલયને આ પીડિત પરિવાર અંગે માહિતી આપી છે.

અમદુલ્લાએ વધુમાં કહ્યું કે હૈદરાબાદથી દુબઈ મોકલવામાં આવેલી મહિલાઓને પૂરતું ભોજન અને રહેવાની સુવિધા મળતી નથી. તેમની પાસે 15 કલાક કામ કરાવવામાં આવે છે તેમ જ પશુ જેવો વ્યવહાર કરવામાં આવે છે. તેમનું યૌનશોષણ પણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ જ્યારથી દુબઈ પહોંચી છે ત્યાર સુધીમાં તેમને વેતન પણ આપવામાં આવ્યું નથી.

संबंधित पोस्ट

કામરેજ ખાતે મહેસુલમંત્રીના અધ્યક્ષસ્થાને ‘સુશાસન દિવસ’ અંતર્ગત ‘કિસાન કલ્યાણ કાર્યક્રમ’ યોજાયો

Vande Gujarat News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે રૂા.૧૨,૦૨૦ કરોડના ખર્ચે સાકારિત થનારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન, સુરતના વિકાસની યશકલગીમાં વધુ એક સોહામણું પીંછું ઉમેરાયું

Vande Gujarat News

આત્મનિર્ભર ભારત : સરકારનું વધુ 2.65 લાખ કરોડનું પેકેજ – દિવાળી પહેલાં સરકારની મહત્ત્વપૂર્ણ જાહેરાત – રોજગાર, ઇન્ફ્રા, રિયલ એસ્ટેટ, મેન્યુફેકચરિંગ પર વધુ ભાર

Vande Gujarat News

RIL को पहली तिमाही में हुआ 13,248 करोड़ रुपये का मुनाफा, जियो के ARPU में हुई 7.4 फीसद की वृद्धि

Admin

અંકલેશ્વરમાં 15 દિવસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની ત્રીજી ઘટના, સગીરાના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં મુક્યા હતા

Vande Gujarat News

માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગી જતાં 8 ક્રૂમેમ્બરોનો બચાવ કરાયો, દુબઈથી જનરલ કાર્ગો ભરી સુધન જતો હતો

Vande Gujarat News