



- પોલીસ – આરોગ્ય વિભાગની કામગીરીઃ એક ડોક્ટરનો સર્ટિ રજૂ કરી છટકવાનો પ્રયાસ
ડેડિયાપાડા તાલુકામાં કોરોના કાળ વચ્ચે પણ આદિવાસી જનતાને ગેરકાયદેસર તબીબ બનીને છેતરતા બે ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા છે. જ્યારે અન્ય એક ડોક્ટરેે સર્ટિ રજૂ કરીને છટકવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે કરેલી કામગીરીમાં સમગ્ર હકીકત સામે આવી હતી.
ડેડિયાપાડા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરનારા પરપ્રાંતીય બોગસ ડોક્ટરો ફૂટી નીકળ્યા હતા જેથી આજે સર્વ જિલ્લા પોલીસ વડા હિંમતસિંહ ના આદેશ મુજબ અને ડીવાયએસપી રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અજય ડામોર તથા પોલીસ સ્ટાફ સાથે અને સરકારી પીએસસી ના ડોક્ટર જીનલ પટેલ તથા ફાર્માસિસ્ટ પૂર્વી સહિતની ટીમે આજે ત્રણ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું જેમાં બે બોગસ ડોક્ટરો નરોત્તમ મથુર મંડળ અને મિલ્ટન ઠાકોર મમતા ક્લિનિકના ડોક્ટર સહિતના બોગસ ડોક્ટરોને ત્યાં રેડ કરી હતી.
આ બંને ડોક્ટરો પાસે એલોપેથી દવાનો જથ્થો ઝડપાયો હતો. તેઓ ગેરકાયદે પ્રેક્ટિસ કરતાં ઝડપાયા હતા. જેથી પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે બંને ડૉક્ટરોની દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને બન્નેને જેલભેગા કર્યા હતા અને મેડિકલ એકટની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જ્યારે બીજી તરફ દેડિયાપાડામાં ફરી બોગસ ડોક્ટરો બેફામ બનતા જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમ મેં આદેશ કરીને બે બોગસ ડોક્ટરને ને પકડી પાડયા અને હજુ બીજા બોગસ ડોક્ટરોને પણ પાંજરામાં પુરવાની કવાયત હાથ ધરવામા આવનાર છે .
એલોપેથી દવાઓનો જથ્થો મળતા કાયદેસરની કાર્યવાહી કરી છે
પોલીસ વડાની સૂચના મુજબ અમે આજે ડેડીયાપાડામાં બોગસ પ્રેકટીસ કરતા ડોક્ટરોને ત્યાં રેડ કરી હતી જ્યાર થી અમને પ્રેક્ટિસ કરવાના સાધનો સિરીંજ નીડલ ઇન્જેક્શનો સહિત એલોપેથી દવાઓનો જથ્થો મળી આવતા અમે કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે ત્રીજો એક ડૉ કે.જે. ટ્રસ્ટના નામનું દવાખાનું ચલાવતો હતો અને ડોક્ટરના સર્ટીફીકેટ રજુ કર્યા હતા તે ડોક્ટરને બોલાવીને પુછપરછ કરાશે.> અજય ડામોર, પીએસઆઈ
મેડિકલ એક્ટ મુજબ ગુનો નોંધાશેે
અહીં અમુક ડોક્ટરો ડિગ્રી વગરના છે છતાંપણ ગેરકાયદેસર પ્રેક્ટીસ કરે છે જેની રેડ પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવતા અમે દવાખાનાઓમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ થાય છે. તેની તપાસ હાથ ધરી હતી.જેમાં દવાખાનાઓમાં ડિગ્રી દવાઓનો જથ્થોની કિંમત નક્કી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ સાધનો જપ્ત કરવાની કામગીરી પણ મેડિકલ વિભાગના ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી પણ મેડિકલ એક્ટ મુજબ કરવામાં આવી છે. > ડો.જીનલ પટેલ,સેજપુર પીએસસી
અગાઉ આ ડોક્ટર બેથી ત્રણવાર જેલવાસ ભોગવી ચૂક્યો છે
એક બોગસ ડોક્ટર ટ્રસ્ટનું બોર્ડ લગાવીને ડોક્ટર નોકરી પર બતાવી તેના નામ નો દવાખાનો ચલાવતો હતો અને પોલીસને અને આરોગ્ય વિભાગને જણાવ્યું કે અહીં બીજા ડોક્ટર પ્રેક્ટિસ કરે છે હું નથી કરતો અમારા સાહેબ બહાર છે અને જે ડોક્ટર સર્ટીફીકેટ બતાવ્યું છે તે ડૉક્ટરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે જ્યારે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ને પણ જરૂર પડે બોલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે અગાઉ આ ડોક્ટર બેથી ત્રણ વખત જેલમાં પહોંચી ચૂક્યો હતો અને એક બે વખત તો દર્દીઓની હાલત ખરાબ કરતા દર્દીઓ દ્વારા ફટકારવામાં આવ્યો હતો જો કે આજે તે બચી જવા પામ્યો હતો.