



- જિલ્લાભરમાં આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધવાની શક્યતા
- મહત્તમ તાપમાન 27 ડિગ્રી
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે હવે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે નોંધાશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ પણ વધે તેવી શક્યતા છે. ભરૂચ જિલ્લાના મોટભાગના વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદ નોંધાયો હતો.
વાતાવરણમાં આવતે પલટાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. આગામી દિવસોમાં પણ જો આવો સામાન્ય ઝરમર વરસાદ પણ નોંધાશે તો પાકને મોટુ નુકશાન થશે અને ખેડૂતો પર આર્થિક સંકટ ઘેરાતુ જશે. 16 ડિસેમ્બર સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78થી 44 ટકા નોંધાય તેવી સંભાવના છે. સામાન્ય રીતે શિયાળાણાં ભેજનું પ્રમાણ ઓછુ નોંધાય છે.
પરંતુ હાલ માવઠાને પગલે ભેજના પ્રમાણમાં વધારો થયો છે. જેના કારણે શિયાળુ પાકને માઠી અસર થશે અને પાકના ઉત્પાદનમાં ઘટાડો નોંધાવાથી ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવો પડે તેમ છે. આગામી 4 દિવસોમાં ન્યનત્તમ તાપમાન 16 ડિગ્રી સે. નોંધાય શકે છે. મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સે. નોંધાશે. શનિવારે ભરૂચ જિલ્લાભરમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. નેત્રંગમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.
શનિવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ન્યુનતમ 19 ડિગ્રી નોધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74થી 59 ટકા નોંધાયુ હતુ. પવનની સરેરાશ ગતિ 6 કિલોમીટર પ્રતિકલાક નોંધાયુ હતુ. આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સે. અને ન્યુનતમ તાપમાન 16 ડિગ્રી સે. નોંધય શકે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78થી 62 ટકા નોંધાશે. પવનની સરેરાશ ગતિ 11 કિમી પ્રતિકલાક નોંધાય શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.