



જીલ્લામાં ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સ (હથિયાર) રાખતા ઇસમોને ઝડપી પાડવા સુચના આપેલ હતી, જે અનુસંધાને ભાવનગર જીલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્રારા જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે તપાસ કરી રહી હતી, જેમાં એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ભાવનગર શહેર એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ પાસેથી આરોપી ફૈઝાન ઉર્ફે ખાટો ફારૂકભાઇ મલેક ઉ.વ.૨૫ ગેરકાયદેસરના ફાયર આર્મ્સ દેશી બનાવટના તમંચો-૧ તથા જીવતા કાર્ટીશ (ગોળીઓ) નંગ-૪ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી આર્મ્સ એકટ તળે એસ.ઓ.જી.ના પોલીસે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી અને આગળની તપાસ હાથ ધરી છે.