



સંજય પાગે – ગુજરાતની પાંચેય મહાનગરપાલિકાની મુદત આવતીકાલે પૂર્ણ થઈ રહી હોવાથી આવતીકાલથી મ્યુનિસિપલ કમિશનર મહાનગર પાલિકામાં સત્તાનાં સુકાન સંભાળશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયીસમિતિના ચેરમેન સહિત વિપક્ષનાં નેતાને આપવામાં આવેલ ગાડીઓ પરત કરવામાં આવી રહી છે.
આવતીકાલથી બધા લોકો પોતાનીગાડીમાં ફરશે. મહાનગર પાલિકા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિનાં ચેરમેન , વિપક્ષ નાં નેતા, શાસકપક્ષનાં નેતાને તેમની કામગીરી કરવા તેમજ વિસ્તારોની મુલાકાત લેવા ગાડી આપવામાં આવવા છે.
ગઈકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલે ગાડી પરત આપી હતી. જ્યારે આજે વડોદરાનાં મેયર ડો. જીગીષાબેન શેઠે પોતાની ગાડી મહાનગર પાલિકા સીટી કમાન્ડિંગ સેન્ટર પર પરત જમા કરાવી હતી.
મેયર ડેપ્યુટીમેયર, સ્થાયી સમિતીનાં ચેરમેન વિપક્ષનાં નેતા સહિત દંડકને મહાનગર પાલિકા દ્વારા ગાડી આપવામાં આવે છે.
તેમની મુદત અઢી વર્ષની હોય છે. આવતી કાલ સુધીમાં અન્ય લોકો પણ પોતાને મળેલી ગાડી જમા કરાવશે.