Vande Gujarat News
Breaking News
Breaking NewsBusinessSurat

સુરતમાં 9 માસ બાદ વિશ્વનું પ્રથમ જ્વેલરી પ્રદર્શન ,200થી વધુ સ્ટોલ તેમજ 5000 ખરીદદાર, સિન્થેટીક હીરાના જ 25% સ્ટોલ

  • ચેમ્બરનું સ્પાર્કલ એક્ઝિબિશન ફેબ્રુઆરીમાં યોજાશે, 400 કરોડથી વધુનો વેપાર થવાની આશા
  • કોરોનાની લપડાક બાદ 2021માં યોજાનાર 5 પ્રદર્શન ઉદ્યોગોને નવી ઉર્જા આપશે

વાઈબ્રન્ટ ગુજરાતની પ્રિ-ઈવેન્ટની સાથો-સાથ સુરતના ઉદ્યોગકારો માટે મહત્વનો ગણાતો જેમ એન્ડ જ્વેલરી શો સ્પાર્કલ આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં યોજવા અંગે ચેમ્બર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના એક્ઝિબિશન સ્પાર્કલમાં પ્રથમ વખત 50થી વધુ સ્ટોલમાં સિન્થેટીક ડાયમંડનું પ્રદર્શન યોજવામાં આવશે. ચેમ્બરના જેમ એન્ડ જ્વેલરી સ્પાર્કલ એક્ઝિબિશન આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે ચેમ્બરના પદાધિકારીઓ જણાવે છે કે, હાલ કોરોનાની સ્થિતિને જોતાં એક્ઝિબિટર્સને સારો પ્રતિસાદ મળી રહે તે માટે સ્પાર્કલનું આયોજન ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરી-2021માં કરવાનું આયોજન કરાયું છે. કોરોનાની ઉત્પતિ પછી વિવિધ દેશોમાં થતાં જેમ એન્ડ જ્વેલરી શો ઓનલાઈન થઈ ચૂક્યાં છે, ત્યારે ચેમ્બરનો સ્પાર્કલ એક્ઝિબિશન પ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન યોજાશે. આ એક્ઝિબિશનમાં 200થી વધુ સ્ટોલ્સ હશે.

સિન્થેટીક ડાયમંડની ગેરસમજ દુર કરવા પ્રમોશન કરાશે
હવે વિશ્વના વિવિધ બજારોમાં નેચરલની સાથો-સાથ સિન્થેટીક ડાયમંડની બહોળી માંગ છે. ત્યારે આ સેગ્મેન્ટને પણ લોકો સારી રીતે જોતાં થાય અને સિન્થેટીક ડાયમંડ સેગ્મેન્ટને સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરવાની તક મળે તે માટે કોરોનાની સ્થિતિ વચ્ચે પ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન યોજાશે. જેમાં સિન્થેટીક ડાયમંડના અંદાજે 50 સ્ટોલમાં પ્રદર્શન થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની એસઓપીને અનુસરીને આ બીટુબી એક્ઝિબિશન થશે. – જયંતિ સાવલિયા, એક્ઝિબિશન ચેરમન, ચેમ્બર ઓફ કોમર્સ

એક્ઝિબીશન ચેરમેન જણાવે છે કે સિન્થેટીક ડાયમંડને લઈને જે લોકલ માર્કેટમાં ગેરસમજ છે તે દુર કરીને તેનું પ્રમોશન કરવાનું કામ સુરતની એક ડાયમંડ કંપની મોટા પાયે કરી રહી છે.તે કંપનીના સિન્થેટીક ડાયમંડ પેવેલિયનમાં 16 સ્ટોલ હશે. આ સાથે અન્ય સેગ્મેન્ટના સ્ટોલ પણ હશે.

સી-ટેક્સ, એગ્રી&ફુડ, એનર્જી શોનું આયોજન
વર્ચ્યુઅલ એક્ઝિબિશનના ટ્રેન્ડ વચ્ચે ચેમ્બર દ્વારા 2021માં 5 એક્ઝિબિશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાન્યુઆરીમાં સી-ટેક્સ, ફેબ્રુઆરીમાં સ્પાર્કલ, માર્ચમાં હેલ્થ શો, એપ્રિલમાં એગ્રી અને ફૂડ તથા મે માસમાં એનર્જી શો કરવાનું આયોજન કરાશે.

संबंधित पोस्ट

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે સ્વચ્છતા પખવાડીયાની પૂર્ણાહુતી તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News

ખેડૂત ઉત્પાદક સંઘો બન્યા બાદ ગુજરાતના ખેડૂતોને મળશે 3 મોટા લાભ, જાણો સાબરકાંઠામાં PM મોદીએ શું કહ્યું

Vande Gujarat News

ભરૂચના 30 હજાર વાલીઓએ સંમતિ આપી આજે 312 શાળાઓ ખુલશે, હોસ્ટેલ હજી બંધ

Vande Gujarat News

NCL Recruitment 2020: Over 300 vacancies of operator notified, 10th pass can apply

Admin

બિહાર ચૂંટણીનું મતદાન પુરુ થતા જ લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, ડાયાલિસિસ પર જાય તેવી શક્યતા

Vande Gujarat News

અંકલેશ્વર સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન

Vande Gujarat News