



નેશનલ હાઇવે નંબર 48 પર કીમ-કોસંબા વચ્ચે ગત રોજ સર્જાયેલા ટ્રાફિક જામ ની ઇફેક્ટ અંકલેશ્વર શહેરમાં જોવા મળી હતી. સુરત વાયા ઓલપાડ થી હાંસોટ થઇ ભારદારી વાહનો ધસારો થતા ઓએનજીસી ઓવર બ્રિજ પર સર્જાયો ત્રાફિક જામ સર્જાયો હતો. મહાવીર ટર્નીંગ, રાજપીપલા ચોકડી સહીત માર્ગો પર વાહનો કતાર જામી જવા પામી હતી. કલાકો સુધી ચારે બાજુ રસ્તા બ્લોક થતા લોકો અટવાયા હતા. અંકલેશ્વર માં છેલ્લા કેટલાક સમય થી ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધુ વક્રી રહી છે. જે પાછળ સુરત વાયા ઓલપાડ થી હાંસોટ થઇ આવતા ભારદારી વાહનો જવાબદાર છે. શહેર માં ભારદારી વાહનો આવાગમન વધતાજ છાશવારે ટ્રાફિક જામ સર્જાય છે.
ગત રાત્રી ના કોસંબા અને કિમ વચ્ચે સર્જાયેલ ટ્રાફિક જામ ને લઇ તેની અસર અંકલેશ્વર શહેર માં જોવા મળી હતી જ્યાં હાઇવે પર ના વાહનો આંતરિક રસ્તા અને હાંસોટ જોડાતા સ્ટેટ હાઇવે થઇ શહેર માં આવતા ઓએનજીસી ઓવર બ્રિજ થી લઇ રાજપીપલા ચોકડી સુધીનો જામ થયો હતો જેની અસર મહાવીર ટર્નીંગ તેમજ જુના નેહા 8 પર ભરૂચ અને પ્રતિન ચોકડી વિસ્તાર માં જોવા મળી હતી ચારે તરફ ના માર્ગો પર વાહનો કતાર જામી જતા ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં 108 જેવી ઇમર્જન્સી સેવા પણ અટવાય હતી તો ચારેજબાજુ નાના મોટા વાહનો કતાર ને લઇ કલાકો સુધી લોકો અટવાયા હતા. 5 વર્ષ પૂર્વે અંકલેશ્વર ભારદારી વાહનો પર પ્રવેશ બાંધી ફરમાવામાં આવી હતી.
જેને લઇ શહેરનું ટ્રાફિક ભારણ ઘટ્યું હતું જે હવે ના રહેતા અંકલેશ્વર શહેર માં દિવસ તેમજ રાત્રી દરમિયાન છાશવારે ટ્રાફિક જામ સર્જાય છે જેની અસર ગોલ્ડન બ્રિજ તેમજ નેશનલ હાઇવે પર પણ જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા ફરી એકવાર શહેર માં ભારદારી વાહનો પર પ્રવેશબંધી ફરમાવા માગ કરી રહ્યા છે.