



- આડેધડ વાહન ચાલકો ડિવાઈડર સાથે વાહનો ભટકાવીને ચલાવતા હોવાથી ગ્રીલ તૂટી
અંકલેશ્વરમાં ડિવાઈડર પર લગાવેલ ગ્રીલ પર ઠેર ઠેર ભંગાણ જોવા મળી રહ્યા છે. જે પરત્વે પાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. આડેધર વાહન ચાલકો ડિવાઈડર સાથે ગાડી ભટકારાતા ઠેર ઠેર ખાંગા પડ્યા છે. કેટલીક જગ્યાને તેના સળીયા વાહન ચાલકો માટે જીવલેણ સમાન બન્યા છે. પાલિકા દ્વારા ગ્રીલ દુરુસ્ત કરવામાં આવે તેવી માગ શહેરીજનો કરી રહ્યા છે. અંકલેશ્વર શહેર માં પાલિકા દ્વારા ડિવાઈડર પર ગ્રીનબેલ્ટ વિકસવા માટે 5 વર્ષ પૂર્વે ડિવાઈડર પર ગ્રીલ લગાવામાં આવી હતી.
જે ગ્રીલ પર જેતે વખતે ભાલા આકાર ના સળિયા રહેતા વિવાદ ઉઠ્યો હતો અને સમાચાર માધ્યમ માં સમાચાર આવતાજ ગ્રીલ ના ભાલાની જગ્યા ફૂલ બનાવી દેવામાં આવ્યા હતા જો કે પાલિકા તંત્ર ગ્રીન બનાવા માં આવી છે પણ તેની તકેદારી રાખવામાંમાં ઉણી ઉતારી રહી છે. ગ્રીલ ની વખતો વખત મરામત કરવા ની જગ્યાએ માત્ર કલરકામ કરાય છે. જે બાબતે પાલિકા તંત્ર દ્વારા વહેલી ટકે આ ડિવાઈડર ની ગ્રીલ બનાવામાં આવે તેવી માગ શહેરીજનો કરી રહ્યા છે અહીં તો ગમેત્યારે જીવલેણ અકસમાત સર્જાશે તો તેનું જવાબદાર કોણ તેવા સવાલો સામે આવી રહ્યા છે.