



- જિલ્લા લોક અદાલતમાં કુલ 917 કેસ મૂકવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ એસ.જે.રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે. ઝેડ.મહેતાના સંચાલક હેઠળ જિલ્લા અને તાલુકા મથકે આવેલી તમામ અદાલતોમાં પ્રથમ વખત ઈ-લોક અદાલત યોજાઈ હતી.જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ કલમ-138, બેન્ક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયકના કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેકટ્રીસીટી, પાણીના બીલોને લગતા કેસો,રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો અને અન્ય સમાધાન લાયક શહેર-જિલ્લાના 917 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં સાંજ સુધીમાં 606 કેસોનો નિકાલ થયો હતો. ઈ-લોક અદાલતમાં 2.09 કરોડ ઉપરાંતની સમાધાન રકમ દ્વારા કેસોનો નિકાલ કરાયો હતો.