



વાઇસ ચેરમેનપદે અનિલ પટેલ ઉર્ફે અનિલ મામાની નિમણૂક કરાઈ…
કેયુર પાઠક – પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે ફરી એકવાર ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ નિયામકના ઉપપ્રમુખ અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
પંડવાઈ સુગર ફેકટરીના ઇતિહાસમાં પ્રથમવાર આખીયે ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલની પેનલ બિનહરીફ વિજયી બની હતી. રાજ્યના સહકાર મંત્રી ઉપરાંત સતત ત્રણ વર્ષથી ગુજરાત રાજ્ય ખાંડ ઉત્પાદક સંઘના ચેરમેન તરીકે ચૂંટાઈ આવતા ઈશ્વરસિંહ પટેલે ફરી એકવાર સહકાર ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. પંડવાઈ સુગર ફેક્ટરીમાં ન્યુ ચાલી ચૂંટણીમાં ઐતિહાસિક રીતે પ્રથમ વાર જ બિનહરીફ ઉમેદવારો ચૂંટાયા હતા જે પૈકી સોમવારના રોજ મળેલી વિજેતા ઉમેદવારોની બેઠકમાં ચેરમેન તરીકે ફરી એકવાર ઈશ્વરસિંહ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અરવિંદભાઈ પટેલ ઉર્ફે અનિલ મામા ના નામ પર મંજૂરીની મહોર તમામ સભ્યોએ આપી હતી.
ઉપસ્થિત સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપરાંત સભાસદોએ તૂટેલા ચેરમેન અને વાઇસ ચેરમેન ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.