



આઠ ગામના લોકોએ આંદોલન કરી રસ્તાનો ચક્કાજામ કર્યો તો પણ ગાબડા ઉબડખાબડ પૂરતા વાહન ચાલકો ત્રાસી ગયા.
આ માર્ગ સાંકડો પણ છે ઉપરથી રોજના 500 જેટલા વાહનોની અવરજવર હોય છે.
અતુલ પટેલ – 22 વર્ષથી વાલિયા સીલુડી ત્રણ રસ્તાથી નંદાવ થઈ કોસંબા ફાટકે હાઈવેને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.મસમોટા ખાડાઓ પડી ગયા છે. સમયે રીપેર કરવામાં આવતો નથી.જ્યારે રીપેર કરે ત્યારે ખાડાઓની માટી સાફ નહિ કરી ઉપર ઓછા ડામર વાળું મટીરીયલ છૂટું નાખી દેવામાં આવે છે. રોલર પણ ફેરવવામાં આવતું નથી. આવા ખાડાઓ રીપેર કરવામાં આ આખો રોડ બની જાય તેનાથી પણ વધુ ખર્ચ કરાયો હોવાની લોકોમાં ચર્ચાઓ ચાલે છે.આમ માર્ગ અને મકાન વિભાગ રાજયના અધિકારીઓ સરકારની તિજોરીને નુકશાન કરી રહયા છે. આજદિન સુધી આ રસ્તો સારો બન્યો નથી .સિલુડી ત્રણ રસ્તાથી નંદાવ માર્ગની કામગીરી કરવામાં આવે તે માટે અગાવ સાત ગામના સરપંચો જેમાં વાલિયા, કોંઢ, ડુંગરી, વટારીયા, સિલુડી, ઘોડા અને જોલીના અને અન્ય આગેવાનોએ ઘણા વર્ષોથી આ રોડને બનાવવા મુખ્યમંત્રી, મંત્રી,સચિવ, કલેકટર અને માર્ગ મકાન વિભાગમાં આવેદનો આપ્યા પરંતુ આજદિન સુધી નિરાકરણ આવતું નથી. લોકોને આ રસ્તેથી પસાર થવું આર્થિક, શારીરિક અને માનસિક રીતે ત્રાસદાયી બની ગયું છે. ચોમાસા બાદ ગાબડા પુરાણ કર્યા તો જાણે જેટલા ખાડા એટલા ગતિ અવરોધક કોઈપણ વાહનની મહત્તમ ગતિ માંડ 30 થી 40 કિમીની રહે છે. જેથી આ રસ્તો 18 કિમીનો પસાર કરતા કલાકથી પણ વધુ સમય લાગે છે. આકસ્મિક સમયે કોઈ દર્દીને દવાખાને લઈ જવાની જરૂરિયાત ઉભી થાય તો એમ્બ્યુલન્સ પણ આવતા આવતા જીવ જતો રહે છે.
આશરે 22 વર્ષોથી આવા ખાડામાં બદતર પરિસ્થિતિમાં લોકો પસાર થઈ રહયા છે. આ રસ્તા પરના આશરે આજુબાજુના 25 જેટલા ગામોની 40000 હજારની વસ્તી હશે અને અન્ય તાલુકા અને ગામના લોકો અહીંથી 18 કિલોમીટરનો સુરત અથવા કોસંબા જવા ફેરાવો ઓછો કરવા આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ આ સરકારી તંત્રની આંખ ઉઘડતી નથી. વાલિયા સિલુડી ત્રણ રસ્તાથી નંદાવ ગામે નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો માર્ગ વર્ષોથી ખખડધજ હોય મરામત કે નવો બનાવવામાં આવતો નથી. સાંકડો 3 મીટરનો આ રસ્તો તેમાં પણ બન્ને બાજુની સાઈડોમાં પુરાણ નહિ કરાતા રોડથી સાઈડો નીચે છે. જેથી સાં સામે બે વાહનો આવે ત્યારે બન્ને વાહનોને નીચે ઉતારવા પડે જેને લઈ વાહન માલિકોના વાહનના ટાયરો રોડની ધારને લીધે કપાય પંચર અથવા ફાટી જાય છે. જેથી આર્થિક રીતે આજુબાજુના વાહન ચાલકો પાયમાલ થઈ રહ્યા છે.
વાલિયા સિલુડી ત્રણ રસ્તાથી નંદાવ નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા મહત્વના રસ્તાને રિકાર્પેટીંગ કરવામાં આવે અને સાઈડો વ્યવસ્થિત રીતે પુરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહયા છે .
22 વર્ષ પહેલા આ રોડ ડામરનો બનેલો હતો. આજે ઘણા ખાડા પડી ગયા છે ઘણું અઘરું પડે છે લોકોને રોજના ૫૦૦ થી પણ વધારે વાહનોની અવરજવર આ રોડ પર રહે છે. આઠ મોટી નાની કંપનીઓ પણ આવેલ છે. ઘણી વખત મહિલાઓને ડીલેવરી માટે લાવવા અને લઇ જવા ૧૦૮ એમ્બ્યુલન્સને પણ તકલીફ પડે છે. અમારો વિકાસ આ રસ્તો નહિ બનતા રુંધાઈ રહ્યો છે. આ રસ્તો રીપેર કરી અથવા તો ટેન્ડર બહાર પાડી તેને નવો અને પહોળો બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. : પોપટભાઈ ચંદુભાઈ વસાવા, સરપંચ, ડુંગરી.
નેશનલ હાઈવે 48 ને જોડતો આ રસ્તામાં નલધરી, ડુંગરી, ઘોડા, સિલુડી, દીણોદ અને નંદાવ આ મુખ્ય રોડ ઉપર આવેલા ગામો છે અને રોડની આજુબાજુમાં ૨૦ જેટલાં ગામો છે. સિલુડી ત્રણ રસ્તાથી નંદાવ જવા માટે ૧૮ કિ.મી કેટલું અંતર છે. જ્યારે અંકલેશ્વર થઈને કોસંબા પાટીયા સુધી આશરે ૧૬ થી ૧૭ કિલોમીટરનો ફેલાવો વધી જાય છે. તેની સામે આ સાંકડો રસ્તો 2006માં બન્યો હતો ત્યાર પછી બન્યો નથી. જેમાં ખાડા પડી જાય છે રીપેરીંગ થતું નથી રીપેરીંગ કરે તો પણ બરાબર કરતા નથી ઉબડખાબડ રહે છે તેમ છતાં પણ મરામત કરતા નથી જેવી ઘણી સમસ્યાઓ છે જેને લઇ અમે ખૂબ ત્રાસી ગયા છીએ. : ધીરેન શબ્બીર વસાવા, સ્થાનિક, સિલુડી.