



સંજય પટેલ – ભરૂચ જિલ્લા સહકારી સંઘ ઘ્વારા જંબુસર યુનિયન જીન ખાતે તાલુકાના વિવિધ મંડળીઓ કો ઓપરેટિવ સોસાયટીના મંત્રી મેનેજરનો અઠ્ઠાવીસ દિવસ ના તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો.
ગુજરાત રાજય સહકારી સંઘની યોજના અનુસાર જંબુસર તાલુકાની વિવિધ મંડળીઓ કો ઓપરેટીવ સોસાયટીઓ સેવા મંડળીઓ ક્રેડિટ મંત્રી મેનેજર માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન જંબુસર યુનિયન જીન ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ ચેરમેન ભરતભાઈ એક્ઝિક્યુટિવ ઓફિસર યોગેન્દ્ર સિંહ રાજ સી ઈ આઈ એન આર ચાવડા રેશ્મા પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામા આવ્યો હતો.
તાલીમવર્ગ પ્રારંભ પ્રસંગે ઉપસ્થિતોનું શાબ્દિક અને ફૂલહારથી સ્વાગત કરાયું ત્યાર બાદ ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટય કરાયું હતુ. તાલીમ વર્ગમાં હાજર મંત્રી મૅનેજર સહિતનાઓએ દરેકે પોતાનો પરિચય આપ્યો હતો. સદર ટ્રેનિંગ કાર્યક્રમ તારીખ ૧૪/૧૨/૨૦ થી ૧૦/૧/૨૧ સુધી બપોરે ૧ થી ૪ દરમિયાનનો રહેશે. જંબુસર તાલુકાની વિવિધ બાવન મંડળીઓ કાર્યરત છે. સહકારી મંડળીઓનો મુખ્ય સિધ્ધાંત સેવા કરવાનો છે, અને કોઇપણ સંસ્થાનો વિકાસ તેના મંત્રી પર રહેલો છે. નવેમ્બર માસમાં જુદા જુદા વિષયો દ્વારા સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. દુધ મંડળી નાગરીક કોપરેટીવ સોસાયટી સહિતની વિવિધ સહકારી મંડળીઓને વહીવટી માર્ગદર્શન સહકારી કાયદા મેનેજમેન્ટ કોમ્પ્યુટર સહિતના વિષયો પર જુદા જુદા તજજ્ઞાો દ્વારા તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામા આવશે. મંડળીનો વિકાસ કઈ રીતે થાય તથા સુચારુ સંચાલન થાય તે માટે તમામ ઉપયોગી થતું ભાથું તજજ્ઞો દ્વારા પીરસવામાં આવશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું.
પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ પ્રસંગે દરેક તાલીમાર્થીઓએ સેનિટાઇઝરથી હાથ સફાઈ મોઢે માસ્ક સહીત કોરોના અંગે સરકારના આદેશોનું પાલન કરાયું હતું.