



સંજય પટેલ – પવિત્ર સલિલા માં નર્મદા કિનારે કષ્ટભંજનદેવ સ્વામિનારાયણ મંદિર ઓરી ખાતે આવેલ છે. જ્યાં વખતો વખત ધાર્મિક ઉત્સવનું આયોજન પૂજ્ય જય સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવે છે. હાલ પવિત્ર ધનુર્માસ શરૂ થનાર હોય જે અનુસંધાને તારીખ૧૬/૧૨/૨૦ થી ૧૪/૧/૨૧ સુધી ઓનલાઈન નંદ સંતો તથા દાદાખાચર આદિ ભક્તો પરચા કથા બપોરે ૩/૩૦ થી ૫/૩૦ સુધી થનાર છે. જેમાં કથાના વ્યાસપીઠ પરથી ઓરી નર્મદાના પૂજ્ય જય સ્વામી પોતાની અમૃતવાણીનો લાભ આપશે, જેનો સમગ્ર ભક્તજનોને લાભ લેવા પૂજ્ય જય સ્વામી દ્વારા જણાવાયુ છે. વધુમાં હાલ ઠેરઠેર કોરોના મહામારી ચાલી રહી હોઈ હાલ માસ્ક જ વેક્સિંન છે. જે કોઈ ભક્તોએ મહાપૂજા અને પાઠ કરવાની ઈચ્છા હોય તેમણે સંપર્ક કરવો એકાદશી અને પૂનમે મહાપૂજા રાખવામાં આવશે, તથા દર મંગળવારે તેમજ શનિવારે સુંદરકાંડનો પાઠ થશે તેમ જણાવ્યુ હતુ.