Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsCrimeGujarat

આ ચોરને પકડીને પોલીસ પણ પસ્તાઇ રહી છે! તેની વાત સાંભળીને તમે પણ ચોક્કસ થશો ભાવુક

  •  કોરોના ની મહામારીએ બેરોજગાર ને બનાવ્યો ચોર
  • ખોખરા પોલીસે વાહન ચોરની કરી ધરપકડ
  • પોલીસે 7 વાહનો કબ્જે કરી વાહનચોરીના છ ગુનાનો  ભેદ ઉકેલ્યો

અમદાવાદ : કોરોનાની મહામારીમાં  અનેક લોકોને રાતાં પાણીએ રડાવ્યા છે. અમૂકના વેપાર ધંધા બન્ધ થઈ જતા બેકારીનો ભોગ બન્યા જેને પગલે ચોરીના રવાડે ચઢયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી. આવા જ એક વાહન ચોરની ખોખરા પોલીસે ધરપકડ કરી. જેને કોરોના કાળમાં મજૂરી કામ ન મળતા તેણે પૂર્વ વિસ્તારમાંથી વાહનો ચોરી કરવાનું શરૂ કર્યું.

પોલીસ કસ્ટડીમાં રહેલો આ શખ્સ છે જીતેન્દ્ર ચિતારા. મૂળ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો આરોપીની હાલ ખોખરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી શાહપુર, નારોલ, ખોખરા જેવા વિસ્તારોમાંથી વાહનો ચોરી કરતો. ઘરેથી તે વાહન વગર નીકળતો અને ચાલતા ચાલતા જ્યાં બિનવારસી વાહન દેખાય તે ચોરી કરી વાહન પોતાના ઘરે મૂકી દેતો. ક્યારેક તો ચોરેલા વાહન પર જ નીકળતો અને અન્ય વાહન ચોરી બંને વાહન વારાફરતી લઈને ઘરે મૂકી દેતો. પોલીસે સાત વાહનો કબ્જે લઈ અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તે અગાઉ સિલાઈ કામ અને છૂટક મજૂરી કરતો. જો કે કોરોના કાળમાં તેને દોઢેક માસથી કોઈ કામ મળ્યું ન હતું. જેથી આ તમામ ચોરી તેણે દોઢ માસમાં જ કરી હતી. આરોપી એટલો શાતિર છે કે તે અગાઉ આવા ગુનાને અંજામ આપ્યા બાદ પકડાયો પણ નોહતો. અગાઉ ક્રાઇમબ્રાન્ચ અને અન્ય પોલીસે આવા ચોરને પકડયા હતા. જે ચોર આમ તો નોકરી ધંધો કરતા હતા પણ કોરોના ના સમયે તે લોકોને ચોર બનવા મજબૂર કર્યા હતા.

જો કે કોરોના કાળ દરમિયાન પોલીસ પણ માની રહી છે કે, આ વ્યક્તિને જો ધંધો રોજગાર મળ્યો હોત તો તે આવા ધંધે કદાચ ન ચડ્યો હોય. પોલીસે પોતાની ફરજ બખુબી નિભાવી છે અને આરોપીને ઝડપી પણ લીધો છે. જો કે એક ચોક્કસ ખુણે પોલીસ અધિકારી અને પોલીસ જવાનો પણ અનુભવી રહ્યા છે કે, આ વ્યક્તિ વખાનો માર્યો ગણી શકાય. પોતાનાં પરિવારનાં ગુજરાન માટે કોઇ રોજગાર નહી મળતા તે આ ધંધે ચડ્યો હોવાની પણ તેણે કબુલાત કરી છે.

संबंधित पोस्ट

3 કૃષિ બિલની હોળી કરતા કોંગી આગેવાનોની અટક, સરકાર સામે સૂત્રોચ્ચાર કરી બિલ પાછા ખેંચવા માંગ

Vande Gujarat News

ગુજરાત ક્રાઇમ સ્ટેટમાં નંબર મેળવવા તરફ આગળ વધી રહ્યું છે,સતત વધી રહ્યા છે બનાવ : બોટાદમાં પણ ગળું કાપી હત્યા

Admin

સામાજિક સમરસતા મંચ દ્વારા વડોદરાના મધુકર ભવન ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન સમિતિનો કાર્યક્રમ યોજાયો…

Vande Gujarat News

नेपाल के विदेश मंत्री दो दिन की यात्रा पर पहुंचे दिल्ली, संयुक्त आयोग की छठी बैठक में लेंगे भाग

Vande Gujarat News

પોલીસ અધિકારી જ નીકળ્યો બળાત્કારી, 71 જાતીય ગુનાઓ પછી પોલીસે નોકરીમાંથી કાઢ્યો

Admin

તાલુકાનાં વાવ ગામ નજીકથી એક કન્ટેનરમાં ભરેલો 42.16 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

Vande Gujarat News