



2012ની રાષ્ટ્રમંડળ ગેમ્સની ચેમ્પિયન બબીતાએ દાદરી સીટથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી.
નવી દિલ્હીઃ દિગ્ગજ મહિલા રેસલર બબીતા ફોગાટ (Babita Phogat)એ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી અને વામપંથી વિચારધારાના લોકો કિસાનોનું ભલુ ન કરી શકે. તેણે સોમવારે ટ્વીટ કરતા લખ્યું કે, કિસાન આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે. મોટી સંખ્યામાં કિસાન દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે.
કોમનવેલ્થ ગેમ્તમાં ત્રણ મેડલ (1 ગોલ્ડ અને 2 સિલ્વર) પોતાના નામે કરનારી બબીતાએ ટ્વીટ કર્યું, હવે લાગે છે કે કિસાન આંદોલનને ટુકડે-ટુકડે ગેંગે હાઈજેક કરી લીધું છે. બધા કિસાન ભાઈઓને હાથ જોડીને વિનંતી કરુ છું કે મહેરબાની કરી પોતાના ઘરે પરત ફરે.
તેમણે આગળ લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યારેય કિસાન ભાઈઓનો હક મારવા દેશે નહિ. કોંગ્રેસ અને વામપંથી લોકો કિસાનોનું ભલુ ન કરી શકે. 2012ની રાષ્ટ્રમંડળ ગેમ્સની ચેમ્પિયન બબીતાએ દાદરી સીટથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી.
બબીતાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. અનેક લોકો તેને રિટ્વીટ અને લાઇક કરી રહ્યાં છે.