Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsElectionIndiaNationalPolitical

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો ભગવો લહેરાયો, કોંગ્રેસના સૂપડા સાફ

સોમવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 32 સીટો પર જીત મેળવી છે, જ્યારે સાત સીટ અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ છે. કોંગ્રેસના ખાતામાં ચાર, એમજીપીના ભાગમાં ત્રણ સીટ આવી જ્યારે એનસીપી અને આમ આદમી પાર્ટીને એક-એક સીટથી સંતોષ કરવો પડ્યો છે.

પણજીઃ ગોવામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ જિલ્લા પંચાયત ચૂંટણીમાં 49માંથી 32 સીટો પર જીત હાસિલ કરી છે, જ્યારે વિપક્ષી દળ કોંગ્રેસના ખાતામાં માત્ર ચાર સીટ આવી છે. રાજ્યમાં 48 જિલ્લા પંચાયત ક્ષેત્રની 50 સીટો છે પરંતુ એક સીટ પર ઉમેદવારના નિધનને કારણે ચૂંટણી ટાળી દેવામાં આવી હતી. આ સીટો પર 12 ડિસેમ્બરે મતદાન થયું હતું.

સોમવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 32 સીટો પર જીત મેળવી છે, જ્યારે સાત સીટ અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ છે. કોંગ્રેસના ખાતામાં ચાર, એમજીપીના ભાગમાં ત્રણ સીટ આવી જ્યારે એનસીપી અને આમ આદમી પાર્ટીને એક-એક સીટથી સંતોષ કરવો પડ્યો છે.

ગોવામાં ખુલ્યું આપનું ખાતું, મળી એક સીટ
આ તટીય રાજ્યમાં પ્રથમ ઘટના છે જ્યારે આપને ચૂંટણીમાં કોઈ સીટ મળી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી પાર્ટી પ્રદેશમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુ સીટો લડવાના લક્ષ્યને લઈને ચાલી રહી છે. પ્રદેશમાં 40 વિધાનસભા સીટો છે.

નડ્ડા બોલ્યા- પરિણામ પીએમ-રાજ્ય સરકારની નીતિઓ પર વિશ્વાસનું પ્રતિક
ગોવાના પરિણામ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ખુશી વ્યક્ત કરી છે. નડ્ડાએ કહ્યુ કે, ગોવામાં ભાજપની જીત, કિસાનો, મજૂરો, મહિલાઓ અને યુવાઓનો ભાજપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની નીતિઓ પર વિશ્વાસ દર્શાવે છે.

પરિણામથી ગદગદ સીએમ પ્રમોદ સાવંત
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પ્રદેશના ગ્રામીણ ક્ષેત્રોમાં ભાજપના ચૂંટણી પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તે ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતૃત્વમાં કામ કરી રહેલ ગોવા સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા માટે ગોવાની જનતાની સામે નતમસ્તક છે.

મુખ્યમંત્રી બોલ્યા- મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો
સાવંતે ટ્વીટ કર્યુ, ‘આ વિશ્વાસ અને ભરોસાને આગળ વધારતા આવો એક શ્રેષ્ઠ અને સ્વયંપૂર્ણ ગોવાને આકાર આપીએ.’ બાદમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, ગ્રામીણ મતદાતાઓએ ભાજપના નેતૃત્વ અને પ્રદેશ સરકારમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ઘણા જિલ્લા પંચાયત ક્ષેત્રોમાં પાર્ટી મોટા અંતરથી જીતી છે.

संबंधित पोस्ट

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

Vande Gujarat News

પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, સંયુક્ત રાષ્ટ્રમાં મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Vande Gujarat News

કોંગ્રેસના ગઢ ગણાતા જોલવામાં ગાબડું લઘુમતી સમાજ સહિત 40 આગેવાનો ભાજપમાં જોડાયા

Vande Gujarat News

તવરા ગામમાં વાનરે બાળકને બચકા ભર્યા, શરીરના ભાગે 8 ટાંકા આવ્યા

Vande Gujarat News

आज सोनिया गांधी का जन्मदिवस: भारतीय राजनीति की सफलतम बहू, जिसे नहीं मिल पा रहा पार्टी में अपना वारिस

Vande Gujarat News

वैक्सीनेशन पर स्वास्थ्य मंत्रालय ने जारी की गाइडलाइंस, कोरोना वैक्सीन लगवाने से पहले जान ले आपके लिए सुरक्षित है या नहीं

Vande Gujarat News