Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsSocial

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી સેલ્ફ એમ્પલોઈડ ટેલર તાલીમનો શુભારંભ કરાયો

  • આર્થિક રીતે પછાત મહિલાઓને પગભર કરવા માટે તાલીમ વર્ગ શરૂ કરાયા
  • મહિલાઓને ટેલરીંગ કામ શીખવાડી સ્વાવલંબી બનાવવા આપવામાં આવશે તાલીમ

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્ક્રૂત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ લઘુતમ આવક મને ઓછું ભણેલા બહેનો માટે વિશેષ તાલીમ વર્ગનું આયોજન કર્યું છે.

જેમાં બહેનો પાસેથી કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. આ વર્ગમાં પણ શિક્ષણ સંસ્થાન ભરૂચના નિષ્ણાત તજજ્ઞો તેમજ ઇન્સ્ટ્રકટર દ્વારા તાલીમ આપવામાં આવશે. આજરોજ આ તાલીમ કેન્દ્ર નું ઉદઘાટન શ્રીમતી સુરભીબેન તમાકુવાલા માજી પ્રમુખ ભરૂચ નગરપાલિકા અને જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી પ્રતિક્ષાબેન પરમાર દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના લાઇવલીહુડ ફિલ્ડ કોર્ડીનેટર શ્રીમતી શીતલબેન ભરૂચ તથા રિસોર્સ પર્સન શ્રીમતી ક્રિષ્ના બેન કટોડીયા અને આશાબેન દરબાર તથા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, શ્રીમતી હેમાબેન પટેલ, પ્રમુખશ્રી સંગીતાબેન ધોરાવાલા સહિત અન્ય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ સંસ્થાના નિયામકશ્રી ઝયનુલ ઓબેદ્દીન સૈયદના દર્શન હેઠળ covid19 ની ગાઈડલાઈન્સના નીતિ નિયમોના અમલ સાથે શરૂ થતાં લાભાર્થીઓ માં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. તેઓ તાલીમ પ્રાપ્તિ બાદ સ્વરોજગારી માં જોડાઈ પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ માં સુધારો લાવે તેવી નિયામકશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

संबंधित पोस्ट

અમદાવાદની 4 વર્ષની અર્શિયાને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી, દીકરીએ કહ્યું પપ્પા, રમવું છે, ત્યાં જ પિતા રડી પડે છે

Vande Gujarat News

નવરાત્રીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મા આદ્યશક્તિની આરતી

Vande Gujarat News

બરોડા ડેરીની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત પેનલનો વિજય

Vande Gujarat News

ઔદ્યોગિક વસાહતોના અકસ્માતો ઘટાડવા માટેનું સોફટવેર બનશે: સરકાર સાથે MOU

Vande Gujarat News

જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ સુધારા બીલની હોળી કરાઈ

Vande Gujarat News

અલંગમાં સતત બીજા મહિને જહાજની સંખ્યા વધી, નવેમ્બરમાં 19 શિપ આવ્યા

Vande Gujarat News