Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtIndiaNationalPollution

કર્ણાટક વિધાનસભામાં બબાલ:કોંગ્રેસના વિધાનસભાના સભ્યોએ ઉપ-સભાપતિને ખુરશી ખેંચીને નીચે ઉતાર્યા, ધક્કા-મુક્કી કરી

કર્ણાટક વિધાન પરિષદમાં મંગળવારે ગૌરક્ષા કાયદાને લઈને હોબાળો થયો હતો. કોંગ્રેસના કેટલાક વિધાન પરિષદ સભ્યો(MLC) ઉપ-સભાપતિ ભોજેગૌડાના આસન સુધી પહોંચી ગયા હતા. આ લોકોએ ઉપ-સભાપતિને ખેંચીને ખુરશીની નીચે ઉતારી દીધા અને ધક્કા-મુક્કી કરી હતી. એ પછી કેટલાક વિધાન પરિષદના સભ્યોએ તેમને કોંગ્રેસના MLC પાસેથી છોડાવ્યા. પછી કોંગ્રેસના MLCને સદનની બહાર કાઢવામાં આવ્યા. કોંગ્રેસના MLCએ આ કાયદાના વિરોધમાં નારેબાજી કરી હતી.

કોંગ્રેસના MLC પ્રકાશ રાઠોડે આ અંગે કહ્યું- સદનની કાર્યવાહી ચાલી રહી ન હતી. તેમ છતાં ભાજપ અને જનતાદળ સેક્યુલર(JDS)એ ઉપ-સભાપતિને ગેરકાયદે રીતે તેમની ખુરશી પર બેસાડ્યા હતા. એ વાત ખૂબ જ દુ:ખદ છે કે ભાજપ આ પ્રકારની ગેરકાયદે બાબત કરી રહી છે. કોંગ્રેસે ઉપ-સભાપતિને આસન પરથી ઊતરવાનું કહ્યું હતું.

ગૌરક્ષા કાયદા પર વિધાન પરિષદમાં થવાની હતી ચર્ચા
કર્ણાટક વિધાનસભામાં કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિવેન્શન ઓફ કેટલ બિલ-2020 પર ચર્ચા થવાની હતી. આ બિલ 9 ડિસેમ્બરે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ આ બિલને લઈને બબાલ કરી હતી. કોંગ્રેસના કેટલાક સભ્યોએ વિધાનસભાનો બહિષ્કાર પણ કર્યો હતો. જોકે આ મુદ્દે ચર્ચા થઈ શકી ન હતી.

કાયદો બનવાથી લધુમતી પર હુમલાઓ વધી શકે છેઃ કોંગ્રેસ
કર્ણાટકના કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાનો કાયદો યોગ્ય નથી. આ કાયદો આવ્યા પછી લધુમતી પર હુમલાઓ વધશે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે ભાજપે રાજકીય ફાયદો લેવા માટે આ કાયદો લાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં અગામી મહિનાથી બે તબક્કામાં ગ્રામપંચાયતની ચૂંટણી થશે. આ કાયદો લાવીને ભાજપ ઈમોશનલ કાર્ડ રમી રહી છે.

શું છે આ કાયદામાં ?

  • કર્ણાટકમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
  • ગાયની તસ્કરી, ગેરકાયદે ગાયની હેરફેર, અત્યાચાર અને ગૌ હત્યા કરનારની વિરુદ્ધ કાયદાની જોગવાઈ છે.
  • ભેંસ અને તેના વાછરડા માટે પણ સંરક્ષણની જોગવાઈ છે.
  • આમ કરનાર આરોપીની વિરુદ્ધ ઝડપી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના કરવાની પણ જોગવાઈ છે.
  • બિલમાં ગૌશાળા સ્થાપિત કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
  • પોલીસ મામલાની તપાસ કરશે.

संबंधित पोस्ट

વાપીમાં બૂલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન ચકાસણી કરી હવે જાન્યુઆરીના અંતમાં કામગીરી શરૂ થશે

Vande Gujarat News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ન્યૂ સાઉથ વેલ્સ ના મિનીસ્ટર ફોર એન્ટરપ્રાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ તથા મિનીસ્ટર ઓફ ટુરિઝમ એન્ડ સ્પોર્ટસ તેમજ મિનીસ્ટર ઓફ વેસ્ટર્ન સિડની શ્રીયુત સ્ટુઅર્ટ અયરેસ (Mr. Stuart Ayres) અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી.

Vande Gujarat News

ગુજરાતમાં વીજળી દરમાં સબસિડી નહીં મળે તો હાઇટેક વિવિંગ ઇન્ડસ્ટ્રીને તાળા લાગી જવાનો ભય, મોટાભાગના યુનિટ મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યોમાં શીફટ થઇ ગયા

Vande Gujarat News

एक अगस्त से होने जा रहे हैं ये बदलाव, खत्म हो रही है इन कार्यों की समयसीमा, आपके लिए जानना जरूरी

Admin

HCએ વિકલાંગો માટેની સુવિધાઓ અંગે DU જવાબ માંગ્યો

Admin

आज काशी दौरे पर पीएम मोदी, काशी विश्वनाथ कॉरिडोर से देव दीपावली तक ये है 7 घंटे के प्रवास का पूरा शेड्यूल

Vande Gujarat News