



સંજય પાગે – વિશ્વ કલ્યાણ અર્થે ભારતમાતા મંદિર અને શ્રી મહા રુદ્ર હનુમાન સંસ્થાન દ્વારા ઘનપાઠ અને વેદ પ્રચાર યાત્રાનું આયોજન માગસર માસનાં પ્રારંભે કરવામાં આવ્યું. વેદમૂર્તિ શ્રીકૃષ્ણ પુરાણીકનાં વડપણ હેઠળ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ શ્રી દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિમાં ઘનપાઠનો શુભારંભ કરવામાં આવ્યો.
દેશ અને દુનિયામાં ફેલાયેલી કોરોનાની મહામારી માંથી મુક્તિ મળે અને કોરોનાની વેકસીન અસરકરક પુરવાર થાય તેના હેતુંસર ભારતમાતા મંદિર અને શ્રી મહા રુદ્ર હનુમાન સસ્થાન દ્વારા ઘનપાઠ અને વેદ પ્રચાર યાત્રાનું 21 દિવસ માટેેેનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે તેનો શુભારંભ કરવામાં આવ્યો. વર્તમાન નાસભાગ અને બદલાયેલા જીવન શેલીમાં ભુલાયેલ ચાર વેદોની માહિતી લોકોને મળી રહે તેના હેતુસર વેદોના પ્રચાર પ્રસાર અને લોકહિતાય અર્થે ભારતમાતા મંદિર અને શ્રી મહા રુદ્ર હનુમાન સસ્થાન દ્વારા ઘનપાઠનું આયોજન દર વર્ષે થતું આવ્યું છે.
ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઇ ઘનપાઠની સાથે વેદ પ્રચાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ચાલુ વર્ષે આયોજન પાછળનો મુખ્ય હેતુ દેશ અને દુનિયામાં ફેલાયેલી કોરોનાની મહામારી માંથી મુક્તિ મળે અને કોરોનાની વેકસીન અસરકરક પુરવાર થાય તે માટે આજથી વૈષ્ણવાચાર્ય્ દ્વારકેશલાલજીની ઉપસ્થિતિમાં ઘનપાઠનો પ્રારંભ થયો છે. અને 21 દિવસ સુધી સવાર સાંજે દેશભરમાંથી આવેલા શુક્લ યજુર્વેદ શાખાના 16 વિદ્વાનો ઘનપાઠ કરશે.