



સંદીપ દીક્ષિત – નારેશ્વરના નાથ તરીકે પ્રસિદ્ધ પરમ પૂજ્ય રંગ અવધૂત ની બાવનમી પુણ્યતિથિ નિમિત્તે અવધૂત પરિવાર જંબુસર દ્વારા પિશાચેશ્વર મહાદેવ તથા દત્ત મંદિરે ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો.
પરમ પૂજ્ય રંગ અવધૂતનો જન્મ સંવત ૧૯૫૫ ના કારતક સુદ નોમ ના દિવસે ગોધરા ખાતે મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. નાની ઉંમરથી જ તેમને આધ્યાત્મની લગની લાગી હતી ૨૬ વર્ષની ઉંમરે તેમને સંસાર છોડી નારેશ્વરની નિર્જન ભયાવહ ભૂમિ પર સાધના કરી સાત ગામના સ્મશાન પાસે આવેલી આ જગ્યા એ તે સમયે દિવસે જતાં પણ બીક લાગે તેવી જગ્યાએ આજે વૈકુંઠ સમાન બની છે.
અવધૂત મહારાજના કઠોર નિસ્વાર્થ તાપનો પ્રતાપ છે તેવો અનોખા શાંત હતા, અને હંમેશા પૈસો પદ પ્રતિષ્ઠા પ્રવચન અને પ્રસિદ્ધિથી દૂર રહ્યા રંગ અવધૂતે પ્રવચન કે ઉપદેશ વગર જ અસંખ્ય લોકોના જીવન બદલી દીધા. લાખો લોકોને સન્માર્ગે વાળ્યા સંવત ૨૦૨૫ ના કારતક વદ અમાસે હરિદ્વાર મુકામે ઓમ ઓમ ઓમ નું ઉચ્ચારણ કરતાં
પરમ પૂજ્ય રંગ અવધૂત તે દેહ ત્યાગ કર્યો.
અવધૂત મહારાજ સદેહે ન હોવા છતાંય ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પૂજ્યશ્રીએ શ્રી ગુરૃ લીલામૃતમાં લખ્યું હતું. કારણ કે જન દ્રસ્ટીએ ત્યાગે સિધ્ધ શરીર તો એ સર્વાતર વિશે રહે નિત્ય એ ધીર પરમ પૂજ્ય બાપજી લાખો ભક્તોના હૃદયમાં સદાકાળ વાસ કરે છે.