



- અલંગના એચકેસી ગ્રીન પ્લોટ નં.78માં જહાજ લાંગર્યુ
અલંગમાં શિપબ્રેકિંગના વ્યવસાયમાં ફાટફાટા તેજી છે, તમામ મેટલોના ભાવ ભડકે બળી રહ્યા છે. તેવા સંજોગોમાં વર્ષ 2020નું સૌથી મોટુ જહાજ અને તરતી ઓઇલ રિફાઇનરી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાણાર્થે આવી પહોંચી છે. હોંગકોંગ કન્વેન્શન કમ્પલાયન્ટ અલંગના પ્લોટ નં.78 શ્રીરામ વેસલ સ્ક્રેપ પ્રા.લિ. ખાતે ફ્લોટિંગ પ્રોડક્શન સ્ટોરેજ ઓફશોર યુનિટ એલ્ડોરાડોને ટગ પોશ ફાલ્કન ખેંચીને લાવી હતી. અત્યાર સુધીમાં ઓછા-મધ્યમ કદના એફએસપીઓ જહાજ અનેક આવી ચૂક્યા છે. પરંતુ 46600 ટનનું જહાજ અલંગ માટે આકર્ષણ બની રહ્યું છે. અલંગના શ્રીરામ ગ્રુપ દ્વારા INS વિરાટ, લક્ઝુરિયસ ક્રૂઝ શિપ કર્ણિકા અને હવે જાયન્ટ શિપ એલ્ડોરાડો ખુબ જ ટુંકા ગાળામાં ખરીદવામાં આવ્યા છે, અને તેઓના અલગ અલગ પ્લોટમાં લગાડાવામાં આવ્યા છે.
ફેક્ટ ફાઇલ
- ફ્લોટિંગ પ્રોડક્શન સ્ટોરેજ ઓફશોર યુનિટ “એલ્ડોરાડો’ 46,600 મેટ્રિક ટન વજન ધરાવે છે
- વર્ષ 2020નું સૌથી મોટું અલંગમાં ભંગાવા માટે આવેલું શિપ
- લંબાઇ 310.50 મીટર પહોળાઇ 58 મીટર
- ટગ પોશ ફાલ્કન એલ્ડોરાડોને ખેંચીને અલંગમાં ભાંગવા માટે લઇ આવી.
- પ્લોઠ નં.78 શ્રીરામ વેસલ સ્ક્રેપ પ્રા. લિ.માં ભંગાવા માટે આવી પહોંચ્યુ.