Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsBusinessGovtIndia

ડાયસ્ટફના કાચામાલ થેલિક એનહાઇડ્રાઇડ પરની એન્ટી ડમ્પીંગ ડયૂટી નાખતા વપરાશકર્તા નારાજ

  • અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સૌથી વધારે ડાઈઝ ઉદ્યોગો કાર્યરત છે…
  • સરકાર આ નિર્ણય બાબતે ફેર વિચારણા કરે તેવી માંગ…

કેયુર પાઠક – કેન્દ્ર સરકારે ડાય-સ્ટફના પાયાના કાચામાલ પર એન્ટીડમ્પિંગ ડયુટી લગાવી છે. તેનાથી ગુજરાતના ડાયસ્ટફ ઉત્પાદકોને નિકાસમાં મોટાપાયે સહન કરવાનું આવશે તેવી ચિંતા ડાયસ્ટફ ઉદ્યોગના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોએ વ્યકત કરી છે.

તાજેતરમાં ભારત સરકારે કોરિયાથી આવતા થેલિક એનહાયડ્રઇડ પર પ્રોવિઝનલ સેફગાર્ડ ડૂયૂટી લાખી છે. પરિણામે ડાયસ્ટફ ઉત્પાદકોના કિસ્સામાં પાયાનાં કાચા માલનો ભાવ કિલોએ પ૦ રૂપિયાથી વધીને ૧૦૦ રૂપિયા થયો છે. ખાસ કરીને એન્ટી ડમ્પીંગ ડયૂટી વિદેશથી આયાત થતો માલ સ્થાનિક ઉત્પાદકોને મરણતોલ ફટકો મારતો હોય કે કોઇ કારણસર રમત રમીને નીચા ભાવે માલ દેશમાં ડમ્પ કરાતો હોય ત્યારે લગાવાય છે.

આ મુદ્દે રજૂઆત કરતા ધી ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચર્સ એસોસિએશન (જીડીએમએ) પ્રેસિડેન્ટ રમેશ પટેલે કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયાને, દેશના ડાય ઇન્ટરમિડિયેટ અને ડાયસ્ટફના ઉત્પાદકોના વ્યાપક હિતમાં જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
કોમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડીયા દેશમાં બિઝનેસના એથિકસને સાઇડ ઉપર મુકીને ખોટી રીતે દાવ રમતું હોય તેની તપાસ કરીને ખુ૯લા પાડીને દંડ પણ કરે છે.

પાનોલી ઉદ્યોગમંડળના પ્રમુખ બી.એસ.પટેલે જણાવ્યું કે, જો સરકાર આ મુદ્દાને ગંભીરતાથી નહીં લે તો ગુજરાતના ડાયસ્ટફ ઉદ્યોગને નિકાસ કામકાજમાં રૂ. ૧પ૦૦૦ કરોડની ખોટ સહન કરવાનો વારો આવશે. કાચામાલના ભાવમાં થયેલા વધારાને કારણે ભારતના ડાયસ્ટફના ઉત્પાદકો માટે વિશ્વ બજારમાં તેમના હરીફો સામે તકલીફનો સામનો કરવો પડશે. ચીન જેવા દેશ તેનો ફાયદો ઉઠાવી શકે છે. કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયને કારણે ગુજરાતના તેની સાથે સંલગ્ન ૬૦૦૦ જેટલા એકમો જે વાર્ષિક રૂા. રપ,૦૦૦ કરોડ ઉપરાંતનું કામકાજ કરી રહ્યાં છે. તેમને મોટાપાયે સહન કરવાનું આવશે. તેવી નોંધ લેતા પરીખે જણાવ્યું કે, માત્ર ડાયસ્ટફના એકમોને જ નહીં પણ કેમિકલ, ફાર્માસ્યુટીકલ અને કાપડના એકમોને પણ આ મહત્વના કાચામાલ પરના એન્ટી ડમ્પિંગ ડ્યૂટીને કારણે સહન કરવાનું આવશે. સરકારે આ અંગે ફેરવિચારણા કરવી જરૂરી છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું કે, લોકડાઉન બાદ ઉધોગ ધીરે ધીરે પાટા પર આવી રહ્યો હતો તેવા સમયે સરકારના આ નિર્ણયને લીધે મોટાભાગે એમએસએમઇની કેટેગરીમાં આવતા આ ઉધોગોની હાલાકી વધી જવા પામી છે. પાનોલી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ૪૦૦થી વધુ ડાઈઝ એન્ડ ઈન્ટરમીડીએટ્સ એકમો આવેલા છે તેમને આ નિર્ણયથી કરોડો રૂપિયાનો ફટકો પડશે.

નોંધનીય છે કે અંકલેશ્વર અને પાનોલી ઉપરાંત રાજ્યના ડાઇઝ એન્ડ ડાઇઝ ઇન્ટરમિડિયેટના ઉત્પાદકોની શીર્ષસ્થ સંગઠન જીએમડીએ છે. ગુજરતમાં કાર્યરત ૯૦ ટકા ઉપરાંત એકમો એમએસએમઇ કેટેગરીમાં આવે છે. આ એકમો ૧.પ૦ લાખ લોકોને સીધી રોજગારી પુરી પાડે છે અને તેમનું માસિક કામ કાજ રૂ. ૬૦,૦૦૦ કરોડની આસપાસ બેસે છે. દેશના કેમિકલ અને ડાયસ્ટફ ઉદ્યોગના કુલ કામકાજમાં ગુજરાતના એકમોનો હિસ્સો ૭પ ટકા ઉપરાંતનો છે.

એક તરફ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવાની પણ વાતો થાય છે ત્યારે આવા નીર્ણયો કદાચ નાના ઉદ્યોગોને મરણ પથારીએ લાવી દે તો નવાઈ નથી.

संबंधित पोस्ट

જબુગામ દ્વારકાધીશ હવેલી ખાતે ધર્મભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ હિંડોળા દર્શનમાં જોવા મળ્યો

Vande Gujarat News

અંકલેશ્વરની ફાયનાન્સ કંપની IIFLમાં કર્મચારીઓને બંધક બનાવી 4 લૂંટારાઓ માત્ર 11 મિનિટમાં જ 3.29 કરોડના દાગીના લૂટી ફરાર

Vande Gujarat News

ઊંચા વ્યાજે નાણા ધિરધાર કરનાર ભરૂચનો પૂર્વ કોર્પોરેટર મનહર નીકળ્યો મોટો વ્યાજખોર, મુદ્દલ અને વ્યાજની વસુલાત બાદ પણ પચાવ્યું ઘર

Admin

જંબુસર શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા બાબતે જંબુસર શહેર કૉંગ્રેસ સમિતિ ઘ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

Vande Gujarat News

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામેનો આચારસંહિતા ભંગનો કેસ રદ – 2007માં વિધાનસભા ચૂંટણી દરમિયાનની ઘટના

Vande Gujarat News

ભરૂચ જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની વરણી,

Vande Gujarat News