



૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ અને કુશળ નેતૃત્વનો પરચો બતાવી અચંબામાં મૂકી ધીધા હતા.ભારતે પાકિસ્તાન ના યુદ્ધમાં વીર જવાનોએ વિજય મેળવી હતી જેના સમરણો ને યાદ કરી ભરૂચ ની નારાયણ વિદ્યાલય સ્કૂલ ખાતે સોર્ય ગીત ગાઈ ભારત ને 1971 માં યુધ્ધમાં જીત અપાવનાર વિરજવાનો ની સોર્યગાથા ને યાદ કરવામાં આવી હતી..
ભારત ના આ વિજયદીવસની ઉજવણી સ્કૂલ સંચાલકો એ કોવિડ ની ગાઈડલાઈનનું પાલન કરી લાઈવ youtubeના માધ્યમથી સ્કૂલના વિદ્યાર્થીઓ ને બતાવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સબ ઇન્સપેક્ટર નિલેશ કટારીયા, ગુજરાત સાગર ભારતી ના સંયોજક , સુનિલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.