Vande Gujarat News
Breaking News
Breaking NewsDevelopmentGujaratSurat

સુરત શહેરમાં પ્રતિદિન 750 ટન કચરો બાળી 13 હજાર ઘરને ચાલે એટલી 14.5 મેગાવોટ વીજળી બનાવાશે

  • પ્લાન્ટ સુધી RDFને લાવવાનો ખર્ચ NTPC કરશે
  • સુરતમાંથી રોજ નીકળતા 2000 ટન કચરાને ઓછો કરવા પાલિકા-NTPC વચ્ચે કરાર
  • રૂ.240 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ થકી નવેમ્બર 2021 સુધી 56 મેગાવોટ વીજળીનું પણ ઉત્પાદન કરાશે, વર્કિંગ શરૂ

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા હવે કચરાને બાળીને તથા સોલાર પ્લાન્ટ થકી વીજળી જનરેટ કરનાર છે. જેમાં પાલિકા સાથે 2018માં થયેલા એમઓયુ પ્રમાણે 750 ટન કચરો બાળીને પ્રતિદિન 14.5 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાશે.

બુધવારે એનટીપીસી કવાસ ખાતે પ્લાન્ટના જનરલ મેનેજર દેવબ્રત પોલએ જણાવ્યું છે કે, પાલિકા પાસેથી રોજનો 750 ટન સૂકો કચરો લઈ તેને હાઈ ટેમ્પરેચર પર બાળીને તેમાંથી નીકળતાંCO2માંથી પાવર બનાવાશે. જે પ્રતિદિન અંદાજે 14.5 મેગાવોટ ઉત્પાદિત થશે. જેને સુરતમાં સપ્લાય કરાશે. જોકે, વીજળી થોડી મોંઘી બનશે. પ્રતિ દિન 2000 ટન કચરો શહેરમાંથી નીકળે છે.હાલ આ પ્રોજેક્ટનું કામ ટેન્ડરીંગ અંતર્ગત છે. આ પ્રોજેક્ટની કોસ્ટ રૂ.200 કરોડની છે.આ સાથો-સાથ 1 મેગાવોટના ફ્લોટીંગ સોલાર પ્લાન્ટની સ્થાપના કરાઇ છે જેને એક્સપાન્ડ કરી 56 મેગાવોટ વીજળી ઉત્પાદન નવેમ્બર 2021 સુધીમાં કરાશે. જેનો ખર્ચ 240 કરોડના થશે. આ પ્રોજેક્ટ નવેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે. 14.5 મેગાવોટથી 13 હજાર ઘરો ચાલે છે.

ખજોદ સાઇટ ક્લીયર થશે, કચરાના પહાડ નહીં બને
સોલિડ વેસ્ટ મેનેજર ઇ.એચ.પઠાણે જણાવ્યું કે, પાલિકા સૂકા કચરામાંથી નિકળતો આરડીએફ (રિફ્યુઝ્ડ ડિરાઈવ્ડ ફ્યુઅલ એટલે કે વર્ગીકૃત કરાયેલો કચરો)ને એનટીપીસીને આપશે. જેનાથી એનટીપીસી આરડીએફનો બળતણ તરીકે ઉપયોગમાં લઈને વિજળી બનાવવાનો પ્લાન્ટ નાખશે. આ પ્લાન્ટ સુધી આરડીએફને લાવવા માટેનો ખર્ચ પણ એનટીપીસી જ ભોગવશે. રોજ 750 મેટ્રીક ટન આરડીએફને ઇન્સિનરેટર (ભઠ્ઠી)માં બાળીને તેની ગરમીને વિજળી પેદા કરવા માટે ઉપયોગમાં લેવાશે. આ નિર્ણયથી ખજોદ ખાતેની ડિસ્પોઝલ સાઇટને ક્લીયર કરવાની કામગીરીમાં પણ મદદ મળી રહેશે.

ગેસ બેઇઝ્ડ વીજળીનું કોસ્ટિંગ કચરાની વીજળી કરતા સસ્તુ
એનટીપીસીએના જીએમ જણાવે છે કે, હાલ જે એનટીપીસી ગેસ બેઈઝ્ડ વીજળી બનાવે છે. તે પ્રતિ યુનિટ રૂ.2.33 થી 3.50 સુધીમાં તૈયાર થાય છે. એનટીપીસી કેપિસિટી 3.20 લાખ મેગાવોટ સ્ટોરેજની છે. જોકે, તેની સામે ડિમાન્ડ 50 ટકા છે. હાલ પ્લાન્ટ 22 ટકા ક્ષમતાએ કાર્યરત છે. જેની પાછળનું મુખ્ય કારણ ઘરેલુ ગેસની શોર્ટેજ અને ગેસના દરમાં છેલ્લાં વર્ષોમાં થયેલા વધારો જવાબદાર પણ છે. વર્ષ 2032 સુધીમાં 1.30 લાખ મેગાવોટ વીજળી ઉત્પાદનનો લક્ષ્યાંક છે. કવાસ એનટીપીસી દ્વારા વર્ષ 2019-20 દરમિયાન 1382 મિલિયન વોટ વીજળીનું જનરેશન કરાયું હતું.

संबंधित पोस्ट

ગુજરાતમાં ભાજપના તોતિંગ વિજયની વિશ્ર્વભરનાં અખબારોએ નોંધ લીધી . .

Vande Gujarat News

“માનસ શંકર” રામકથા દરમ્યાન રક્તદાન કેમ્પ યજમાન શંકર પરિવાર દ્વારા વિવિધ ક્ષેત્રે સેવારત

Vande Gujarat News

નેત્રંગ તાલુકામાં કોરોના વેક્સીનનો પ્રારંભ : ૪૬ આરોગ્ય કર્મીઓને વેક્સીન અપાઇ

Vande Gujarat News

ડ્રીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોગા, મેડિટેશન અને એરોબિક એક્સરસાઇઝ અંકલેશ્વર જીઆઇડીસીમાં શરૂ

Admin

ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત ખો ખો ફેડરેશનની ચૂંટણી યોજાઈ, 40 વર્ષ જૂની બોડીની સુસ્ત કામગીરીના પગલે લેવાયો નિર્ણય

Vande Gujarat News

जम्मू और कश्मीर: मिलिए संस्कृत में शपथ लेने वाले 5 नवनिर्वाचित डीडीसी सदस्यों से

Vande Gujarat News