



- દત્ત મંદિરથી ફાંટા તળાવના માર્ગની કામગીરી શરૂ કરાઇ
- રૂપિયા 3.20 કરોડના ખર્ચે આ માર્ગ બનાવાશે
ભરૂચ શહેરના પશ્ચીમ વિસ્તારમાં ફુરજા બંદરે આવેલા દત્ત મંદિરથી ફાટા તળાવ ભક્તેશ્વર મહાદેવ મંદિર સુધીના 900 મીટરના રસ્તાનું રૂપિયા 3.20 કરોડના ખર્ચે પાલિકા દ્વારા બનાવવાની શરૂઆત કરાતા વેપારીઓ અને સ્થાનીકોમાં ખુશી જોવા મળી છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચીમ વિસ્તારમાં ફાટાતળાવ થી ફુરજા દત્ત મંદિર સુધીનો માર્ગ ઘણાં વર્ષોથી માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો.જયારે માર્કેટમાંથી પસાર થતી ગટરો ઉભરાતી હોવાથી દર વર્ષે ચોમાસામાં અને અન્ય ઋતુઓમાં પણ વેપારીઓ અને સ્થાનિકોને ગંદકીના કારણે ભારે હાલાકી ભોગવી પડતી હતી.જે અંગે સ્થાનિક કાઉન્સિલર અને વિપક્ષના પ્રમુખ સમસાદ અલી સૈયદ અને સભ્યો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય પણ કોઈ કાર્યવાહી નહિ કરતાં વિપક્ષે 32 કલાકના ધરણા કરવાની પણ ફરજ પડી હતી.
જોકે ત્યાંર બાદ વેપારીઓની પણ રજૂઆતોના પગલે ભક્તેશ્વર મંદિરથી ફુરજા વિસ્તારમાં આવેલા દત્ત મંદિર સુધીનો 900 મીટરના રસ્તાનું રૂપિયા 3.20 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં રસ્તા ઉપરથી કાયમ વહેતા ખુલ્લી ગટરના પાણીની સમસ્યાના નિકાલ માટે અંડર પ્રિ-કાસ્ટ ડ્રેઈનેજ પણ બનાવવામાં આવનાર છે. 40 વર્ષ બાદ અહીંયાના માર્ગની કામગરી દત્ત મંદિરથી શરૂઆત કરવામાં આવતા અહીંયાના સ્થાનિકો, વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.