



અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બનેલી વેબ સિરીઝ ‘તાંડવ’ પર દિવસે દિવસે વિવાદ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ, પૉલિટીકલ લીડર્સ પછી હવે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ સિરીઝના મેકર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે માગણી કરી હતી કે ફિલ્મ તથા વેબ સિરીઝના માધ્યમથી હિંદુ સનાતન ધર્મનું અપમાન કરનારાઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. તેમણે પોતાના નિવેદનમાં મોદી સરકાર પર પણ સવાલ ઊઠાવ્યો છે.
‘આ બોલિવૂડ જિહાદ છે’
સ્વામી ચક્રપાણિ મહારાજે પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘વેબ સિરીઝ ‘તાંડવ’ના માધ્યમથી હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવું બોલિવૂડ જિહાદ છે. કેન્દ્રમાં મોદી સરકાર પાસે બહુમતી હોવા છતાંય હિંદુ સનાતન ધર્મ વિરુદ્ધ ફિલ્મ તથા વેબ સિરીઝ કેમ બનાવવામાં આવી રહી છે? કેમ એવી માગણી કરવામાં નથી આવતી કે હિંદુ સનાતન ધર્મનું અપમાન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યાવહી કરવા માટે સંસદમાંથી રાષ્ટ્રીય સ્તર પર ઈશ નિંદા કાયદો પસાર થવો જોઈએ.’
જાવડેકરના રાજીનામાની માગણી
શનિવાર, 16 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયામાં #BanTandavNow ટ્રેન્ડ થયું હતું. તો રવિવાર, 17 જાન્યુઆરીના રોજ #प्रकाश_जावड़ेकर_इस्तीफा_दो ટ્રેન્ડ થયું છે. સો. મીડિયા યુઝર્સ ‘તાંડવ’માં હિંદુ દેવી દેવતાઓના અપમાનથી એ હદે નારાજ છે કે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કોઈ કાર્યવાહી ના કરતાં તેમના રાજીનામાની માગ કરી છે.
સો.મીડિયા યુઝરે કહ્યું હતું, ‘દરેક ધર્મનું સન્માન કરો, પરંતુ તમારા ધર્મને અપમાનિત ના કરો. બધાને પ્રેમ કરો, પરંતુ પોતાની તલવાર ક્યારેય ના વેચો.’
Respect Evey Religion But
Never Let Them Disrespect Your OwnLove Everybody
But Never Sell Your Sword….#प्रकाश_जावड़ेकर_इस्तीफा_दो pic.twitter.com/CYGmvcyylN— अंकिता सिंह (@indiaAnkita) January 17, 2021
અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘સૈફ અલી ખાન, અલી અબ્બાસ ઝફર તથા મોહમ્મદ ઝીશાન ઐય્યૂબ તમારા ધર્મ અનુસાર તમારું માથું કાપી નાખવું જોઈએ. જો હું સાચો છું તો રી-ટ્વીટ કરો.’
એક યુઝરે પોસ્ટ કર્યું હતું, ‘માહિતી તથા પ્રસારણ મંત્રી હોવા છતાંય તમે ફિલ્મ તથા વેબ સિરીઝમાં સનાતન ફોબિક કન્ટેન્ટને અટકાવવામાં સક્ષમ નથી. ‘પાતાલ લોક’, ‘આશ્રમ’, ‘તાંડવ’ શરમ કરો મંત્રી. પ્રકાશ જાવડેકર રાજીનામું આપે.’
Being a Minister of Information and Broadcasting @PrakashJavdekar you are not capable of stopping the sanatan phobic contents in Films and webseries…
Patal Lok 🤐
Ashram 🤐
Tandav 🤐
Shameful minister 😡#प्रकाश_जावड़ेकर_इस्तीफा_दो pic.twitter.com/Y7CBDRY2gX
— राष्ट्रवादी सुनीता (बैकअप अकाउंट) (@Sunitaa101) January 17, 2021
એક યુઝરે કહ્યું હતું, ‘ડિયર પ્રકાશ જાવડેકર સર, પ્લીઝ આ વેબ સિરીઝ વિરુદ્ધ લીગલ એક્શન લો. વારંવાર આ રીતની વેબ સિરીઝ બને છે, પરંતુ તમે કેમ એક્શન લેતા નથી. હું એમ નથી કહેતો કે તમે રાજીનામું આપો. જો તમે સંમત છો તો રી-ટ્વીટ કરો.’
Dear @PrakashJavdekar Sir please take legal action this web-series. Again and again make this types Web series many times but why do you not take action. I am not saying, you resign.
Agree then retweet 👇#प्रकाश_जावड़ेकर_इस्तीफा_दो pic.twitter.com/1qjA7a02DQ
— Mishraji👁️🗨️💌 (@Rahul32649739) January 17, 2021
15 જાન્યુઆરીએ વેબ સિરીઝ સ્ટ્રીમ થઈ
સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, મોહમ્મદ ઝીશાન અયૂબ, સુનીલ ગ્રોવર, કૃતિકા કામરા જેવા સ્ટાર્સ ‘તાંડવ’માં છે. આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ છે. સિરીઝ સ્ટ્રીમ થઈ પછી ઝીશાને ભગવાન શિવની મજાક ઉડાવી હોય તેવો એક સીન વાઈરલ થયો હતો. આ સીનમાં ઝીશાન ભગવાન શિવના રોલમાં જોવા મળે છે અને તેણે ગાળો પણ બોલી હતી. આ ઉપરાંત સિરીઝ પર JNUની કથિત ટુકડે ટુકડે ગેંગનો મહિમા કર્યો હોવાનો આક્ષેપ પણ છે.