Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Gujarat Health Narmada (Rajpipla) Sports Statue of Unity

ભરૂચના 13 યુવાનો 118 કિમી સાઇકલ ચલાવી માત્ર 8 કલાકમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા

  • ભરૂચના 13 યુવાનોએ 118 કિમી સાયકલિંગ કરીને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પહોંચ્યા
  • લોકોમાં પ્રકૃતિ અંગે પ્રેમ અને તંદુરસ્તી આવે તે હેતુસર યુવાનો સાયકલિંગ કરે છે

ભરૂચ શહેરના 13 યુવાનોએ 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 118 કિલોમીટર સાયકલીંગ કરીને પહોંચ્યા હતા.લોકોમાં પ્રકૃતિ પ્રેમ,તંદુરસ્તી અર્થે ગ્રુપ દર રવિવારે નવા સ્થળ સુધી સાયકલિંગ કારવામાં આવે છે.

ભરૂચ શહેરમાં અમેઝિંગ સાયકલિંગ પ્રેમીઓનું એક ગ્રુપ કાર્યરત છે.લોકોમાં પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમ વધે, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાયકલિંગ એક્ટિવિટી કરવામાં આવે છે.જેમાં ગ્રુપમાં સભ્યો દર રવિવારે લગભગ 20, 50 અથવા 100 કિલોમીટર સુધી ગ્રુપમા સાયકલિંગની એકટીવીટી કરે છે.આજે આપણા 72માં પ્રજાસત્તાક પર્વના ભાગરૂપે અમેઝિંગ ગ્રુપના સભ્યોએ ભરૂચના કસક સર્કલથી કેવડિયા કોલોની સુધી સાયકલ યાત્રા કરવાનું નક્કી કર્યું હતું.

અમેઝિંગ ગ્રુપના 13 જેટલા યુવાન સભ્યોએ રવિવારે સવારે 5:30 વાગ્યાથી કસક સર્કલથી કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલિંગ યાત્રાએ નીકળ્યા હતા. ગ્રુપના સભ્યોએ સાયકલિંગ કરીને ગુમાનદેવ, રાજપારડી પ્રતાપનગર, હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા થઈને 118 કિલોમીટરનું અંતર કાપીને કેવડિયા કોલોની સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે 1 વાગ્યા સુધી પહોંચ્યા હતા.ગ્રુપના સભ્યોએ લોકોને ફિટ અને સ્વસ્થ રહેવા સંદેશાઓ આપ્યા હતા.

संबंधित पोस्ट

અંકલેશ્વર રોટરી ઈનરવ્હીલ ક્લબના મીરાં પંજવાણીને ગૌરવપૂર્ણ એવોર્ડ, ન્ટરનેશનલ ઈનરવ્હીલ ક્લબ દ્વારા માર્ગરેટ ગોલ્ડીંગ એવોર્ડ એનાયત કરાયો

Vande Gujarat News

GNFC ટાઉનશીપમાંથી ઈજાગ્રસ્ત મોરને મનમૈત્રી ફાઉન્ડેશને બચાવ્યો

Vande Gujarat News

અમદાવાદના પતંગ બજારમાં ઉત્તરાયણના 1 મહિના પૂર્વે થતો 80 ટકા ધંધો કોરોનાને કારણે તૂટી 30 ટકા થયો

Vande Gujarat News

કસક વિસ્તારમાં કાંસમાં પડેલી ગાયને એક કલાકે બહાર કાઢી, પાલિકાના લાશ્કરોએ કાંસનો અમુક ભાગને તોડી ગાયનું રેસ્ક્યુ કર્યું

Vande Gujarat News

દહેજમાં કડોદરા પાસે UPL-12 ની બાજુમાં ONGCની પાઇપ લાઇનમાં ધડાકા સાથે આગ

Vande Gujarat News

જંબુસર ખાતે સમસ્ત કાછિયા પટેલ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

Vande Gujarat News