Vande Gujarat News
Breaking News
Agriculture Breaking News Crime Farmer Govt India National Protest

સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાનો મામલો:રાજદીપ સરદેસાઇ, શશિ થરુર, મૃણાલ પાન્ડે સહિત ઘણાં પત્રકારો સામે રાજદ્રોહનો કેસ

ખેડૂત સંગઠનોના ધરણાં હિંસક બન્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાવીને દેખાવકારોને ઉશ્કેરવાના પ્રયાસના આરોપસર કોંગ્રેસના સાંસદ શશિ થરુર, રાજદીપ સરદેસાઇ અને મૃણાલ પાન્ડે સહિત ઘણાં પત્રકારો સામે રાજદ્રોહ સહિતની કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે.

પ્રજાસત્તાક દિને એવી અફવા ફેલાઇ હતી કે એક ખેડૂતનું પોલીસ ગોળીબારમાં મોત થયું છે. ત્યાર બાદ દેખાવકારોએ હિંસા આચરી હતી. જફર આગા, પરેશનાથ, અનંત નાથ અને વિનોદ જોસ સામે પણ કેસ દાખલ કરાયો છે.

સમગ્ર મામલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે એફઆઇઆર દાખલ કરી છે, જેમાં રાજદ્રોહ, હિંસા ભડકાવવી, અશાંતિ ફેલાવવી વગેરે સંબંધી તથા આઇટી એક્ટની કલમો સામેલ છે. દિલ્હીમાં મંગળવારે થયેલી ધમાલ દરમિયાન એક ખેડૂતનું મોત પોલીસની ગોળી વાગવાથી થયું હોવાનો આંદોલનકારી ખેડૂતોએ આરોપ મૂક્યો હતો પણ પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેનું મોત ટ્રેક્ટર પલટી જતાં થયેલી ઇજાને કારણે થયું હતું.

संबंधित पोस्ट

5 વર્ષમાં ચૂંટણીખર્ચ સવા ગણો, મથક દીઠ હવે રૂ.25,000નું બજેટ

Vande Gujarat News

ભાડભૂત કોઝવેનો વિરોધ, નર્મદા કિનારાના માછીમારોને એક દિવસ બંધ પા‌ળવા આહવાન, 8મીએ માછીમાર સમાજનું નિર્ણય સંમેલન

Vande Gujarat News

અંકલેશ્વરમાં LCBએ જુગાર રમતા 5 ખેલીને ઝડપી પાડ્યાં

Vande Gujarat News

Yes or No? किसानों की डिमांड पूरी नहीं कर पाई सरकार, बनी सिर्फ एक सहमति

Vande Gujarat News

हांगकांग के मुद्दे पर घिरे चीन ने अमेरिका समेत 5 देशों को दी धमकी, कहा- आंखें फोड़कर अंधा कर देंगे

Vande Gujarat News

રો-રો પેક્સ:હજીરાથી ગોવા, મુંબઇ, દીવ, દ્વારકા અને પીપાવાવ પણ જઇ શકાશે, જળમાર્ગ આપણી નવી તાકાત

Vande Gujarat News