



- ઝઘડિયા તાલુકાનું વહીવટી તંત્ર પણ આ પુલિયાથી વાકેફ છતાં કોઈ કાર્યવાહી નહીં
ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે લીઝ સંચાલકો દ્વારા ગામ તરફના નર્મદા નદીના ઓછા પ્રવાહના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે. તેના વહન માટે ભૂંગળા નાંખી પુલિયા બનાવી દેવાયા છે. કોઈપણ પ્રકારની મંજૂરી વિના આ કામગીરી કરવામાં આવી રહી છે. છતાં તંત્રના મેળાપીપણામાં નદીના પ્રવાહને અવરોધ થાય તેવી રીતે આ પુલીયા બનાવાયા છે.
સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.ઝઘડિયાના નાયબ કલેક્ટર પી. એન. વિઠાણી સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે પુલીયા તોડી નાંખ્યા હતા. પરંતુ ફરી જો આ વર્ષે બનાવ્યા હશે, તો તેની તપાસ કરાવી કાર્યવાહી કરીશું.