Vande Gujarat News
Breaking News
Ankleshwar Bharuch Breaking News Crime

અંકલેશ્વરમાં નોકરીના બહાને રૂપિયા એક લાખની ઠગાઈ કરનારે હત્યા કરી…

યુવાન મિત્રએ જ મિત્રની હત્યા કરતાં સનસનાટી…

અંકલેશ્વરમાં 18 19 વર્ષના યુવાન મિત્રોએ પોતાના મિત્રની હત્યા કરતાં સનસનાટી મચી જવા પામી છે હત્યા બાદ હત્યારો ફરાર થઇ ગયો છે.

કેયુર પાઠક : અંકલેશ્વર ના ચૌટા બજાર દગા ફળિયામાં રહેતા ઉત્તમભાઈ દાસના બે પુત્રો અનુપમ અને રૂપમની મિત્રતા હવેલી ફળિયામાં રહેતા હર્ષ પટેલ સાથે હતી. હર્ષ પટેલે અનુપમ દાસને રૂપિયા એક લાખમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. લાંબા સમય સુધી નોકરી ન મળતાં અનુપમે પોતાના મિત્ર હર્ષ પાસેથી રૂપિયા એક લાખની ઉઘરાણી શરૂ કરી હતી જેની રીસ રાખીને તારીખ 28મી જાન્યુઆરીની મોડી રાત્રે હર્ષ પટેલે અનુપમ અને રૂપમને જ્યોતિ ટોકીઝ પાસે બોલાવીને સજોદ જવાનું હોવાનું કહ્યું હતું. હર્ષ પટેલ GJ-16-CH-3876 લઈને આવ્યો હતો. અનુપમને હર્ષ પટેલ પોતાની i20 કારમાં બેસાડીને લઈ ગયો હતો જ્યારે કે એના ભાઈ રૂપમે એક્ટીવા પર પીછો કર્યો હતો. સજોદના બદલે સરફુદ્દીન ગામ તરફ લઈ જઈને પછી ઝઘડો થયો હતો. રોડ સાઈડમાં જઈને હર્ષ પટેલે ચપ્પુના ઘા મારીને અનુપમની હત્યા કરી હતી. સાથે જ રૂપમ વચ્ચે પડતાં તેના હાથની નસો કાપી નાખી હતી અને કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. રૂપમ હાલ અંકલેશ્વર સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છે. અનુપમની હત્યાના સમાચાર મળતા જ તાત્કાલિક અસરથી શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યારે તેના નાના ભાઈ રૂપમની હાથની નસો કપાતા તે હાલ સારવાર હેઠળ છે

રૂપિયા એક લાખની બાબતે 18-19 વર્ષના યુવાનો વચ્ચે આજે તેની હિંસા થતાં સનસનાટી મચી જવા પામી છે. હત્યા કરનાર હર્ષ પટેલ ફરાર થઇ ગયો છે. અંકલેશ્વર શહેર પોલીસે હર્ષ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

संबंधित पोस्ट

11वें दौर की वार्ता: क्या आज हो जायेगा किसान आंदोलन का समाधान? जानें 10वें दौर की वार्ता में सरकार ने क्या रखा था प्रस्ताव

Vande Gujarat News

ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં પીપીઈ કિટનો જાહેરમાં નિકાલ થતાં GPCB દોડ્યું

Vande Gujarat News

ગુજરાતમાં વીજળી દરમાં સબસિડી નહીં મળે તો હાઇટેક વિવિંગ ઇન્ડસ્ટ્રીને તાળા લાગી જવાનો ભય, મોટાભાગના યુનિટ મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યોમાં શીફટ થઇ ગયા

Vande Gujarat News

માસ્ક ન પહેરનારાંને કોમ્યુનિટી સર્વિસના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

Vande Gujarat News

ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિકજામનો સિલસિલો યથાવત, 2 કિમીનો હાઇવે ક્રોસ કરતા 4 કલાકનો સમય લાગ્યો

Vande Gujarat News

માઉન્ટ આબુમાં જુગાર રમતાં ભરૂચના 8 સહિત મહેસાણાનો એક શખ્સ ઝડપાયો

Vande Gujarat News