



સામાજિક સમરસતા મંચ દ્વારા વડોદરાના મધુકર ભવન, મુજમહુડા ખાતે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન સમિતિનો કાર્યક્રમ યોજાયો…
વિશ્વના કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક ઈવા ભગવાન શ્રીરામનું ભવ્ય અને દિવ્ય રામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે. ભગવાન શ્રી રામનું જીવન સમરસતાના સંદેશનું અન્ય ઉદાહરણ છે. છેલ્લા પાંચસો વર્ષથી શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં લોકોએ નાતજાતના ભેદભાવ થી ઉપર ઉઠીને મહત્વની ભૂમિકા ભજવી છે.
જ્યારે સમરસતા મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વડોદરાના મુજમહુડા ખાતે આવેલ મધુકર ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શ્રી રામ મંદિરની સમર્પણ અભિયાન સમિતિ ના ગુજરાતના સદસ્ય ધનજીભાઈ પરમાર દ્વારા વિવિધ સમાજ તેમજ સંગઠનના આગેવાનોને અયોધ્યામાં બનનાર ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર માટે પોતાના તરફથી તેમજ વિવિધ સમાજમાંથી યોગ્ય ફંડ ફાળો એકત્ર કરવા માટે આહવાન કર્યું હતું.
રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અતિથિ વિશેષ તરીકે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના ગુજરાતના સદસ્ય ધનજીભાઈ પરમાર, સામાજિક સમરસતા મંચ ગુજરાતના મંત્રી ડૉ. વિજયભાઈ ઝાલા, નીરવ પટેલ, વડોદરા સામાજિક સમરસતા મંચના જીતેન્દ્ર નંદા, અભિયાન પ્રમુખ કિરણભાઈ સાલુંકે તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકો સહિત અન્ય મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.