Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Gujarat India National Sports Surendranagar

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના 12 વર્ષના સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ “યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત”નો મેડલ હાંસલ કર્યો

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ ૩૯મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સૌથી અઘરી ગણાતી ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહ ચુડાસમાએ તેઓના પિતાના માર્ગદર્શન હેઠળ ફક્ત ચાર દિવસની પ્રેક્ટિસ બાદ દસાડા ખાતે રમાયેલ ૩૯મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ સિંગલ અને ડબલની સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી “યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત” નો ખિતાબ હાંસલ કર્યો છે.

ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહે જે સ્કોર કર્યો તેનાથી દેશમાં રમાનારી બે પ્રિ-નેશનલ ટ્રેપ શુટિંગ ચેમ્પિયન શીપની સ્પર્ધામાં પણ ગુજરાતનું તેમજ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્વોલિફાઇંગ સ્કોરને ક્રોસ કરી નાખ્યો છે. પ્રિ-નેશનલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ માં મુખ્યત્વે માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના આ ધોરણ 6 માં અભ્યાસ કરતા ટેણીયા માનવરાજસિંહ ચુડાસમા ગુજરાતનું તેમજ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટેની હવે તૈયારીઓ આરંભી દીધી છે.

કહેવત છે ને કે, “મોરના ઈંડાને ચીતરવા ન પડે” તેમ માનવરાજસિંહ ચુડાસમાના પિતાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ભરૂચમાં ફરજ બજાવે છે. પિતાશ્રી રાજેન્દ્રસિંહ અને માતૃશ્રી વંદનાબા બંને શૂટિંગના ખુબ જ શોખીન હોય અને રાજ્ય ને શૂટિંગ સ્પર્ધા તેમજ રાષ્ટ્રીય શૂટિંગની સ્પર્ધાઓમાં ઘણા ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. જ્યારે હવે તેમના સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ પણ તેમની રાહે આગળ વધી અને રાજ્ય તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓની આ સિદ્ધિ બદલ સમગ્ર સમાજ અને પરિવારે તેઓને અભિનંદન પાઠવી વધાવી લીધા છે.

 

संबंधित पोस्ट

બોગસ કોલ સેન્ટર:મોરબીના મોટી બરારમાં 3 માસથી ભાડાના મકાનમાં ચાલતું હતું કોલ સેન્ટર, એક દિવસમાં 3,300 પાઉન્ડ ખંખેર્યા

Vande Gujarat News

प्रयागराज: पटाखा चलाते वक्त झुलसी BJP सांसद रीता बहुगुणा जोशी की 6 साल की पोती, मौत

Vande Gujarat News

ગુજરાતનો પ્રથમ કેસ:વડોદરામાં 2 લાખ 20 હજારના મેડિક્લેમ માટે કોરોના પોઝિટિવનો બોગસ રિપોર્ટ બનાવ્યો

Vande Gujarat News

गंगा में पैसे बीनने वाले शख्स को मिला चांदी का मुकुट, बोला- गंगा मैया ने दिवाली मना दी!

Vande Gujarat News

चीन अरुणाचल सीमा के निकट लगातार कर रहा निर्माण, उचित कदम उठा रही सरकार : विदेश मंत्रालय

Vande Gujarat News

मथुरा श्रीकृष्ण जन्मभूमि मामले की 10 दिसम्बर को होगी अगली सुनवाई

Vande Gujarat News