



ભરૂચ વિધાનસભાના ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા ભરૂચના જે.બી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે મુંગા પશુઓને ઘાસ ચારો ખવડાવી ગૌ માતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સાબુઘર વિસ્તારમાં ધારાસભ્યશ્રી દ્વારા જન્મદિન નિમિત્તે સાબુઘરની સ્થાનિક મહિલાઓને સાડીની ભેટ આપી અને ત્યાં રહેતા નાના બાળકો સાથે કેક કાપી અને જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે જીલા મંત્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, અમિતભાઇ ચાવડા, કેતન ભાલોદવાલા, પૂર્વ નગરસેવક નરેશભાઈ સુથારવાલા, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શહેર પ્રમુખ ધનજીભાઈ ગોહિલ, દક્ષાબેન પટેલ, રાજેશભાઇ ચૌહાણ, જતિનભાઈ શાહ, નવજીવન સ્કૂલના આચાર્ય કીર્તિબેન પંડ્યા, ભાવનાબેન પંચાલ, તેમજ બાહુબલી-2 ગ્રુપના બી.કે.પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરોએ દુષ્યંતભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ધારાસભ્ય શ્રી ને બાહુબલી-2 ગ્રુપના બી કે પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે એક નાની બાળકીને મગજની ગંભીર બીમારી હોય તો તેના માટે તબીબી સારવારની વ્યવસ્થા અને તેના ઘરમાં એક એસીની વ્યવસ્થા વાત ધ્યાને દોરી હતી. આ એક વિનંતી ના આધારે જન્મદિવસના દિવસે સવારે ધારાસભ્યશ્રી એ બાળકીના ઘરે પહોંચી ગયા હતા.
બાળકીના મગજના ઓપરેશન બાદ તેને ઘરમાં ગરમી ન લાગે અને સર્જરી બાદ મગજને ઠંડક મળી રહે તે માટે એસી ની ગિફ્ટ તેઓએ જન્મદિવસે સામેથી આ બાળકીને આપી હતી. ધારાસભ્યશ્રી દ્વારા બાળકીના ઓપરેશનમાં કોઈપણ નાણાકીય અડચણ ન આવે તે માટે તાત્કાલિક ધોરણે “માં કાર્ડ” પણ તેઓએ કઢાવી આપેેલ હતું. તાત્કાલિક બાળકીની બ્રેઈન સર્જરી થાય અને બાળકી સ્વસ્થ થાય તે માટે ત્વરિત કાર્યવાહી હતી.
આ નાની બાળકી *હાઈડ્રોસેફાલસ* નામ ની મગજ ની ગંભીર બીમારી સાથે લડી રહી છે, તેની સહાય કરવા શ્રી દુષ્યંતભાઇ પટેલ દ્વારા કરવામાંં આવેલ સંવેદનશીલ પહેલને બાળકીના પરિવારજનો તેમજ સ્થાનિકોએ આવકારી લીધી હતી.