



શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે સ્વર્ણિમ ગુજરાત ” સપ્તધારા “” અંતર્ગત ” જ્ઞાનધારા ” કન્વીનર ડો. જી. કે .નંદા અને ” સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા ” કન્વીનર ડો. જયશ્રી ચૌધરી દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તધારા કોઓર્ડિનેટર પ્રા. પ્રવિણકુમાર બી.પટેલે કર્યુ હતું .ડો. જી. કે. નંદાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા .જયશ્રી ચૌધરીએ આભારવિધિ કરી હતી .સોહેલ દિવાને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમને પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
આ સ્પર્ધાઓ માટે જે તે વિષયના તજજ્ઞોએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી .આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ફોટોગ્રાફી અને રિપોર્ટીંગનું વ્યવસ્થાપન સુનીલ પરમાર , કિરણ પટેલ અને ચિરાગ આહિરે કર્યું હતું.
નિર્ણાયક તરીકે ભરૂચ જિલ્લાના સિનિયર પત્રકારો પૈકી ” કાવ્યલેખન સ્પર્ધા ” માં કવિ દેવાનંદ જાદવ ” વાર્તાલેખન સ્પર્ધા” માં વાર્તાકાર હર્ષદ મિસ્ત્રી , ” અખબારી અહેવાલ લેખન સ્પર્ધા ” માં પત્રકાર ભરત ચુડાસમા , ” કાવ્ય પઠન ” અને ” વક્તૃત્વ સ્પર્ધા ” માં પ્રા. હરેશ પરીખ તથા ડો. વર્ષા પટેલે સેવા આપી હતી.