



વડીલો સાથે આત્મીયતા કેળવાઈ અને વેલેન્ટાઈન ની ઉજવણી ના બદલે આજે માતૃપિતૃ દિવસ ઉજવવાનો સુંદર વિચાર ગીતાબેન પારેખ ના મનમાં આવ્યો.
બપોરે 12 કલાકે વડીલોના ઘર ખાતે તેઓ તેઓની સખીઓ વિરલ ઠાકોર અને નીતાબેન ગાંધી સહિત વડીલોના ઘર ખાતે પહોંચી અને તેઓ દ્વારા માતૃ અને પિતાતુલ્ય વડીલોને માથામાં તેલ નાખી અને સરસ રીતે તૈયાર કરાવ્યા હતા. તેઓએ પોતાના પરિવાર સાથે વેલેન્ટાઈન દિવસ ન ઉજવી ને વડીલોના ઘર ખાતે માતૃપિતૃ દિવસ ઉજવ્યો હતો. તેઓ દ્વારા વડીલોને મીઠાઈ ખવડાવી ને ભજન તેમજ ગીતો ગાઈ અને માતૃપિતૃ દિવસને સુંદર રીતે ઉજવ્યો હતો.
કસક ખાતે આવેલ ઘરડા ઘરમાં વહેતા વડીલો સાથે ગીતાબેન તેમજ તેમની ટીમ દ્વારા એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં સૌથી વયોવૃદ્ધ તેમજ વિવિધ શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા ૯૯ વર્ષના પુષ્પાબેન પટેલ ના નિવાસ્થાને પણ ગીતાબેન પારેખ અને તેમની ટીમે પહોંચી માતૃ તુલ્ય પુષ્પાબેન ની આરતી ઉતારી તેમને માતૃ પિતૃ દિવસ ની શુભકામનાઓ પાઠવી હતી.
ગીતાબેન પારેખે જણાવ્યું હતું કે આવનાર પેઢી ના મનમાં પોતાના માતા-પિતા માટે આદર ભાવ અને આત્મીયતાની લાગણીઓ જન્મે તે હેતુસર અમે અવારનવાર વડીલોના ઘર ખાતે આવા કાર્યક્રમ કરતા રહીએ છે. હાલની પેઢી એ ચોક્કસથી આવા ઓલ્ડ એજ હોમ્સ ની એકવાર મુલાકાત લઇ અને પોતાના જીવનનો મહત્વનો એક દિવસ વડીલો સાથે ગાળવો જોઈએ એવું તેમનું માનવું છે.