Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Social

અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રવીણભાઈ પટેલ ના જન્મદિવસની અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ના સ્થાપના દિવસની ઉજવણી ભરૂચ સિવિલ હોસ્પિટલની સેવાયજ્ઞ સમિતિ ખાતે કરવામાં આવી…

અસ્મિતા વિકાસ કેન્દ્રનાં સ્થાપકશ્રી પ્રવીણભાઈના જન્મદિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલની સેવાયજ્ઞ સમિતિ ખાતે કરવામાં આવી.

સાથે જ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે સેવાયજ્ઞ સમિતિમાં રહેતા નિરાધાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.

સન ૨૦૦૩માં તારીખ 16મી ફેબ્રુઆરી ના શુભ દિને આ અસ્મિતા વિકાસ કેન્દ્રની સામાજિક સેવાકીય કાર્યની શરૂઆત પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્ય ૩૦ દિવ્યાંગ બાળકોથી શરૂ થયેલું જે આજે વટવ્રુક્ષ બની ચૂકેલ છે. સેવાકીય કાર્ય ત્યારે દિપી ઉઠે જ્યારે સાચા અર્થમાં સમાજ, અધિકારીઓ, પદાધિકારીઓ, દાતાઓ સહયોગ કરે. આ કાર્યમાં હમેશાં તમામ દાતાઓનો ખુબ સહયોગ અસ્મિતા વિકાસ કેન્દ્રને મળ્યો છે.

આ પ્રસંગે સંસ્થાના મંડળ તથા સ્થાપક પરિવાર તરફથી આભાર વ્યક્ત કરાયો હતો. પ્રવીણભાઈ પટેલ ( સ્થાપક, અસ્મિતા વિકાસ કેન્દ્ર ) તરફ થી સેવાયજ્ઞ સમિતિમાં રહેતા નિરાધાર અને માનસિક રીતે ક્ષતિગ્રસ્ત લોકોને સાંજનું ભોજન જમાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સેવાયજ્ઞ માં અસ્મિતા વિકાસ કેન્દ્રના સેક્રેટરી સમીર પટેલ, પ્રમુખ યશવંત પટેલ અને આચાર્ય મનીષાબેને હાજરી આપી હતી.

संबंधित पोस्ट

માઉન્ટ આબુમાં ત્રીજા દિવસે તાપમાન માઇનસ 1.4 ડિગ્રી, ખુલ્લા મેદાનોમાં બરફની ચાદર પથરાઈ

Vande Gujarat News

वैश्विक जलवायु सम्मेलन में पीएम मोदी बोले- पेरिस समझौते को हासिल करने के ट्रैक पर है भारत

Vande Gujarat News

चीन में खाद्य संकट के बीच भारत से टूटा चावल खरीदेगा बीजिंग, 1 लाख टन की हुई डील

Vande Gujarat News

પતંગની દોરીએ ભોગ લીધો:ભરૂચમાં પતંગની ધારદાર દોરીથી યુવકનું ગળું કપાયું, સારવાર મળે તે પહેલાં મોત

Vande Gujarat News

કોરોના કાળમાં ભાજપ દ્રારા પેટા ચૂંટણીઓ થોપી દેવામાં આવી – નરેન્દ્ર રાવત, કરજણ- શિનોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે કરજણ નજીક હોનેસ્ટ હોટલ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિસદ યોજાઈ

Vande Gujarat News

महंत परमहंस : Kalyan Banerjee का सिर काटने वाले को 5 करोड़ का ईनाम

Vande Gujarat News