Vande Gujarat News
Breaking News
Bharuch BJP Election Gujarat

ભરૂચ જિલ્લામાં છોટુભાઈ વસાવાના નિકટના લોકોની હાર બાદ આવનારા સમયમાં છોટુ વસાવા પણ ઘર ભેગા થશે : સી.આર. પાટીલ

લોકોનો વિશ્વાસ તૂટવા નહીં દઈએ : સી.આર.પાટીલ

ભરત ચુડાસમા : ભરૂચ રેલવે સ્ટેશન ખાતે જિલ્લા ભાજપાના હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉત્કૃષ્ટ દેખાવ બદલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે હાજર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેદારો કાર્યકરો ને અભિનંદન પાઠવી આભાર માન્યો હતો. તેમજ રાજ્યની અને ભરૂચ જિલ્લાની જનતા એ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી વિજેતા બનાવી અને સત્તાના સિંહાસન ઉપર બેસાડવા બદલ મતદારો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નામ ભવ્ય વિજય બદલ શ્રી સીઆર પાટીલે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખભાઇ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ને પણ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીરલભાઈ પટેલ, નિશાંતભાઈ મોદી, દિવ્યેશભાઈ પટેલ, ફતેસિંગ ગોહિલ, જીગ્નેશભાઈ મિસ્ત્રી, દિવ્યજીતસિંહ ચુડાસમા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દિપકભાઈ મિસ્ત્રી, ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય પામેલ ઉમેદવારો એ હાજરી આપી શ્રી સી આર પાટીલનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું.

પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, બીટીપી ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે છોટુભાઈ નો દીકરો પણ હાર્યો, હવે છોટુભાઈ નો વારો છે.

 

संबंधित पोस्ट

ગુજરાતમાં રાણકીવાવ, ચાંપાનેર અને ધોળાવીરા સિવાયના 200 પ્રાચીન સ્મારકોમાં વિનામૂલ્યે શૂટિંગ અને ફોટોગ્રાફી કરી શકાશે

Vande Gujarat News

વડોદરા કરજણ બેઠકના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જાહેરસભા સંબોધી

Vande Gujarat News

ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં પીપીઈ કિટનો જાહેરમાં નિકાલ થતાં GPCB દોડ્યું

Vande Gujarat News

અંકલેશ્વર પાલિકાના વિપક્ષની પ્રેસ કોન્ફ્રન્સ – સત્તા પક્ષને ભષ્ટ્ર અને જોહુકમીનો વહીવટ ગણાવી કર્યા પ્રહાર

Vande Gujarat News

નેશનલ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ વિષય પર સેમિનાર યોજાયો.

Vande Gujarat News

તબીબી સ્ટાફ પણ મુશ્કેલીના સમયમાં રેસ્ક્યુ કામગીરી કરી શકે તે હેતુસર ભરૂચ નગરપાલિકાના સહયોગથી વેલ્ફેર હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફટીની ટ્રેનિંગ હોસ્પિટલ સંકુલમાં આપવામાં આવી..

Vande Gujarat News