Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Social

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા Legal Aid Clinic નું ઉદ્ઘાટન કરાયું

અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા Legal Aid Clinic નું ઉદ્ઘાટન કરાયું

શ્રી એસ .જે રાજેસર, ચેરમેન તથા principal distric judge, ભરૂચ, શ્રી જે. ઝેડ.મહેતા, સેક્રેટરી સિનિયર ડિસ્ટ્રીકટ જજ, ભરૂચ તથા એ.વાય મંડોરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભરૂચ, સંસ્થાના પ્રમુખ શ્રી યશવંતભાઈ પટેલ સર, સેક્રેટરી / સીઇઓ શ્રીસમીરભાઈ પટેલ સર હાજર રહ્યા હતા.

સંસ્થાના દિવ્યાંગ બાળકોના વાલીઓ તથા આજુબાજુના ત્રાલસા, કોઠી, દયાદરા ના દિવ્યાંગ ભાઈ / બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ Legal Aid Clinic શરૂ થતા દિવ્યાંગ ભાઈ બહેનો એ પોતાના પ્રશ્નોની ચર્ચા પણ એડવોકેટ શ્રી ભરતસિંહ ચાવડા, બાર એસસિયેશનના પ્રમુખશ્રી સાથે કરી હતી.

શ્રી જે ઝેડ મહેતા સાહેેેબેે ઉપસ્થિત દિવ્યાંગ ભાઈ-બહેનોને પોતાનાં પ્રશ્નો, મૂશ્કેલીઓની ચર્ચા દર બુધવારે સવારે ૧૦ થી ૧:૦૦ દરમિયાન ક્લિનિક મા કરી શકો છો તેેેમજ પ્રશ્નોનો નિકાલ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું તેવું જણાવ્યું હતું. આ ક્લિનિક ની નિશુલ્ક સેવાઓ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ વાય મંડોરી સાહેબે પણ કહ્યું હતું કે, જ્યાં પણ અમારા સહયોગની જરૂર પડશે ત્યાં અમે સાથે હંમેશા આપની સાથે છીએ  જરૂરી માર્ગદર્શનની જરૂર હશે, ત્યાં અને સાથે છીએ તથા જરૂરી મટીરીયલ પૂરું પાડીશું તેવું જણાવ્યું હતું. સંસ્થા પ્રમુખશ્રી યશવંત ભાઈ પટેલ સાહેબ આવા ઉત્તમ કાર્ય માટે અસ્મિતા નું સ્થળ પસંદગી કરવા બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ની આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી એસ.જે. રાજે, ચેરમેન તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તથા જે. ઝેડ મહેતા ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી, રિબીન ખોલી લીગલ એડ ક્લિનિક નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું .

संबंधित पोस्ट

उद्धव सरकार का एक साल, CM बोले- हमें पवार साहब और सोनिया जी का मार्गदर्शन प्राप्त है

Vande Gujarat News

જંબુસરના દોડવિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ એનાયત થયું…

Vande Gujarat News

મેટ્રોના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર રૂટનું કામ નવા વર્ષથી શરૂ થશે, 28 કિલોમીટરના રૂટ પર 20 સ્ટેશન, એલિવેટેડ કોરિડોર બનશે

Vande Gujarat News

योजना:बुलेट ट्रेन में अचानक बीमार होने पर यात्रियों के लिए फोल्डिंग बेड की सुविधा, शांत माहौल देने ट्रेन के लिए पूरा रेक होगा एयर टाइट

Vande Gujarat News

26 જાન્યુઆરી માટે SOP જાહેર:પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં એક હજાર, જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ 250 લોકો હજાર રહી શકશે

Vande Gujarat News

કેન્દ્રીય રેલવે મંત્રાલયે ભરૂચ અને અંકલેશ્વરમાં બે ટ્રેનોના સ્ટોપેજ રદ કરતા મુસાફરોમાં અસંતોષ

Vande Gujarat News