Vande Gujarat News
Breaking News
Bharuch BJP Election Gujarat Jaagadiya Political

ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઝઘડીયા તાલુકાના વિજેતા ઉમેદવારો સાથે શુભેચ્છા મુલાકાત યોજી, ઝઘડીયામાં ભાજપાના થયેલ ભવ્ય વિજયની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી…

પ્રદેશ પ્રમુખે વિજેતા ઉમેદવારોને સરકારની કલ્યાણકારી યોજનાઓ જનતા સુધી પહોંચાડવા અપીલ કરી


તાજેતરમાં યોજાઇ ગયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવતા ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.ભાજપા છાવણીમાં આનંદનું મોજું ફેલાયું છે.ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં વર્ષોથી ભાજપા સત્તાથી દૂર રહ્યો હતો. તાલુકા પંચાયતમાં વર્ષોથી છોટુભાઈ વસાવા સમર્થિત પક્ષ સત્તામાં રહ્યો હતો. તાજેતરની ચૂંટણીઓના થોડા સમય અગાઉ ઝઘડિયા તાલુકાના બીટીપી અગ્રણીઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રીતેશભાઇ વસાવા અને પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેશાઈ સહિત તેમના નેતૃત્વ હેઠળ તાલુકાના બીટીપી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્તત જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ની રાજકીય કૂનેહથી મોટી સંખ્યામાં ભાજપામાં જોડાયાં હતાં. ભારતીય ટ્રાયબલ પાર્ટીના આ બંન્ને ધુરંધર નેતાઓ અને તેમના ટેકેદારોએ એકસાથે રીતસર ભાજપાનો ખેસ પહેરી લેતાં તેજ સમયથી ઝઘડિયા તાલુકામાં નવા રાજકીય સમીકરણો મંડાયાં હતાં.

હાલમાં યોજાય ગયેલ તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકાની ચાર જિલ્લા પંચાયતની બેઠકો પૈકી ત્રણ બેઠકો તેમજ તાલુકા પંચાયતની બાવીસ બેઠકો પૈકી ઓગણિસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભારે સરસાઈથી જીત થઈ હતી. દરમ્યાન ભાજપાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઝઘડિયાના વિજેતા ઉમેદવારો સાથે સુરત મુકામે શુભેચ્છા બેઠક યોજી હતી.મળતી વિગતો મુજબ સુરત મુકામે પ્રદેશ પ્રમુખના કાર્યાલય ખાતે યોજાયેલ આ બેઠકમાં ઝઘડીયાના વિજેતા ઉમેદવારોને પ્રદેશ પ્રમુખે અભિનંદન આપ્યાં હતા. અત્રે પ્રદેશ પ્રમુખ સાથેની શુભેચ્છા મુલાકાતની આ બેઠકમાં માજી તાલુકા પ્રમુખ અને તાલુકાની બામલ્લા બેઠક પરથી વિજય મેળવનાર રીતેશ વસાવા, માજી તાલુકા ઉપપ્રમુખ અને તાલુકાની પાણેથા બેઠક પરથી જીત મેળવનાર પ્રકાશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત ના વિજયી ઉમેદવાર મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડીયા એપીએમસીના ચેરમેન દિપક પટેલ, ગુજરાત રાજય યુવક બોર્ડના ઝઘડિયા તાલુકા સંયોજક હિરલ પટેલ તેમજ ભાજપા અગ્રણી અતુલ પટેલ અને સીડી પટેલ સહિત અન્ય કાર્યકરો તેમજ તાલુકાના વિજયી ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રદેશપ્રમુખ સીઆર પાટીલે આ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં હતાં, અને ઝઘડિયા તાલુકાના આ ભવ્ય વિજયની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે ઝઘડિયાના વિજેતા ઉમેદવારોને અપીલ કરી હતી કે તેઓએ હવે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આગળ આવવુ પડશે, જેથી વિવિધ યોજનાઓનો લાભ મળતા જનતાને રાહતનો અનુભવ થાય. તેમજ લોકો પોતે પણ જીવનભર યાદ રાખશે કે તાલુકાના અમુક સભ્ય દ્વારા મને આ લાભ મળ્યો હતો.આ પ્રસંગે વિજયી ઉમેદવારોને પ્રદેશ પ્રમુખે જરુરી માર્ગદર્શન આપ્યુ હતુ.

संबंधित पोस्ट

નેત્રંગ મામલતદાર કચેરી ખાતેથી મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ, પોલીસતંત્રએ પણ કરી ફ્લેગમાર્ચ…

Vande Gujarat News

જનતાના મતોનો સોદો કરનારને પાઠ ભણાવવા માટે જનતાને વિનંતી – હાર્દિક પટેલ

Vande Gujarat News

સૌથી પહેલા નેટવર્ક વિહોણા વિસ્તારોમાં શાળા શરૂ કરવા ભરૂચના મોટા ભાગના વાલીઓ એક મત

Vande Gujarat News

ભરૂચ જિલ્લાની ઉ. માધ્યમિક શાળામાં 7 શિક્ષકોની નિમણૂંક, વાગરા 3, નેત્રંગ 2, જંબુસરમાં 2 શિક્ષકોની પસંદગી

Vande Gujarat News

નિતિશ બિહારના CM બનશે પણ સરકારમાં Big Brother ભાજપ જ રહેશે, કેબિનેટમાં સૌથી વધુ મંત્રી હશે

Vande Gujarat News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

Vande Gujarat News