Vande Gujarat News
Breaking News
Ahmedabad Ankleshwar Bharuch Breaking News Gujarat Sports

ગુજરાત સ્ટેટ રાઈફલ શુટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના 13 સ્પર્ધકો ઝળક્યા…

ભરૂચ જિલ્લાના પ્રણવભાઈ જોશીએ 61 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ તેમજ 17 વર્ષની ખુશી ચુડાસમાએ એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોઝ એમ 3 મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું…

ભરત ચુડાસમા, ભરૂચ : અમદાવાદમાં ૨૫ ફેબ્રુઆરી થી લઇ ને ૬ માર્ચ સુધી ૫૬મી ગુજરાત સ્ટેટ શૂટિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ અસોસિએશનના 13 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 11 મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લા નું નામ રોશન કરેલ છે. તેમજ આગળ પ્રીનેશનલ રમવા માટે પસંદગી પામેલ છે. આ સ્પર્ધામાં દસ વર્ષથી લઈને ૬૫ વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંના એક ભરૂચ જિલ્લાના પ્રણવભાઈ જોશી ૬૧ વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત ખુશી ચુડાસમા એક ગોલ્ડ, એક સિલ્વર એક બ્રોઝ, તન્વી જોધાણી બ્રોંઝ, પૃથ્વીરાજ રણા સિલ્વર, માનવરાજ ચુડાસમા, અગમ આદિત્ય, સિદ્ધાર્થ પટેલ ત્રણે ટીમ માં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે તેમજ સોમ વિસાવડીયા એ બે સિલ્વર મેડલ મેળવેલ છે.

જ્યારે યશરાજ સેવનિયા, અધ્યયન ચૌધરી,પાર્થ સિંહ રાજાવત,વિધિ ચૌહાણ,અદિતિ રાજેશ્વરી, અનિલ પટેલ, હિરેન રાઠોડ બધા સ્પર્ધકોએ સ્ટેટ લેવલની શૂટિંગ કોમ્પિટિશનમાં ભાગ લઇ ભરૂચ નું નામ રોશન કરેલ છે.

ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિયેશનના પ્રેસિડન્ટ અરુણ સિંહ રાણા અને સેક્રેટરી અજય પંચાલ સ્પર્ધકોની પ્રોત્સાહન આપી આગળ નેશનલ લેવલે પૂરતી પ્રેક્ટિસ મળે અને ભરૂચ જિલ્લાના વધુ સ્પર્ધકો શૂટિંગ ક્ષેત્રે આગળ વધે તે માટે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે. કોચ મિત્તલબેન ગોહિલ ભરૂચ ડીસ્ટ્રીક ને વધુમાં વધુ મેડલ પ્રાપ્ત થાય અને ભરૂચ ડીસ્ટ્રીક ના સ્પર્ધકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરે તેની પૂર્તિ તાલિમ આપી રહ્યા છે.

संबंधित पोस्ट

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજીરા થી ઘોઘા રો-પેક્ષ ફેરીનો પ્રારંભ કરાવ્યો, હવે 12 કલાકની મુસાફરી 4 કલાકમાં થશે

Vande Gujarat News

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અન્સાર માર્કેટ બાજુ ના ન્યુ ઇન્ડિયા માર્કેટ માં વહેલી સવારે ભંગાર ના ગોડાઉન માં આગ

Vande Gujarat News

કરજણ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન કુરાલી ગામે સભા બાદ ડે. સીએમ. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયુ, મીડિયા સાથે વાતચીત દરમિયાન જુતું ફેંકાયુ

Vande Gujarat News

કૃષિ આંદોલન મુદ્દે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલે કહ્યું ગુજરાતના ખેડૂતોને દિલ્હી જતા કોઈ નહીં રોકી શકે, સરકાર મારાથી ધરપકડની શરૂઆત કરે

Vande Gujarat News

ऑस्ट्रेलिया में मरीज, पुणे में डॉक्टर और बिना मिले तैयार हो गया आर्टिफिशियल कान

Vande Gujarat News

ભરૂચમાં આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે 385 કરોડના ખર્ચે ચાર નવી પાણી પુરવઠા યોજનાઓનું CMના હસ્તે ખાતમુહુર્ત

Vande Gujarat News