Vande Gujarat News
Breaking News
Breaking News Gujarat Lifestyle Vadodara

ભારતના રજવાડાની માહિતી સભર હિન્દી મેગેઝીનનું વિમોચન વડોદરા માં કરવામાં આવ્યું

સંજય પાગે – સરદાર સાહેબનાં અખંડ ભારતનાં સ્વપ્ન પૂરું કરવામાં મહત્વનું યોગદાન આપનાર 36જાતિ નાં વિવિધ રજવાડા વિશેની માહિતી મેગેઝીનમાં આપવામાં આવશે….

એક વર્ષ સુધી ભારતનાં વુવિધ રજવાડાઓ વિશે માહિતી મેળવીને ભારે જહેમત બાદ ધ રોયલ મેનર્સ મેગેઝીન લોન્ચ કરવામાં આવ્યું..

આઝાદી મેળવ્યા બાદ સરદાર પટેલ દ્વારા ભારતના 562 રજવાડાંઓને સંગઠિત કરીને વિભાજીત થતાં ભારતને સ્થાને અખંડ ભારતની રચના કરવામાં આવી .જે રાજા રાજવાડાએ પોતાનું રાજ આપ્યું તે વિશેની માહિતી આપતું મેગેઝીન ધ રોયલ મેનર્સ નું લોકાર્પણ વડોદરા માં કરવામાં આવ્યું.આ મેગેઝીનનાં પ્રથમ અંકને ડો રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ મેગેઝીનના સંસ્થાપક એર્જુનસિંહ ઠીકરિયા ઉપસ્થિતીમાં વિમોચન કરવામાં આવ્યો.


વિઓ: અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપનાર પોતાના રજવાડાનો ત્યાગ કરનાર મહાનુભાવો ની માહિતી આપતાં મેગેઝીનનું વડોદરામાં વિમોચન કરવામાં આવ્યું. ભારતના 36 જાતિના 576 રાજવાળાઓએ અખંડ ભારતનાં નિર્માણમાં પિતાનું રાજપાટ આપ્યું હતું.ત્યારે આ વિવિધ જાતિના રોયલ ફેમિલીની માહિતી આપતું મેગેઝીન ભારતમાં પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યું છે.

આપણી રાષ્ટ્ર ભાષા હિન્દી ભાષામાં આ મેગેઝીન શરુ કરવામાં આવ્યું છે. રાજ કુલ નહિ રાષ્ટ્ર કુલ આ સ્લોગન સાથે પ્રથમ અંક બહાર પાડવામાં આવ્યો. રજવાડાંઓ નાં હાલમાં કોણ હયાત છે તેમનું કુળ, તેમનું રજવાડું ,સ્થળ , હાલ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની માહિતી આ અંકમાં આપવામાં આવી છે. તેમજ વિવિધ રજવાડા તેમજ સમાજનાં અગ્રણીઓનાં વિચારો રજૂ કરવામાં આવેલા છે. આ અંકમાં ચૌહાણ સમાજનાં રજવાડાનો અખંડ ભારતનાં નિર્માણ માં યોગદાનની માહિતી આપવામાં આવેલ છે. નવી પેઢીને તેમના પૂર્વજો તેમજ તેમના યોગદાન નું માહિતી આપવા તેમજ તેમને શિક્ષણ માટે માર્ગદર્શન આપવા માટે મેગેઝીન બહાર પાડવામાં આવ્યું છે. આ મેગેઝીન વિના મૂલ્યે આપવામાં આવશે. દરેક અંકમાં રજવાડાના કૂળ, વર્તમાન સ્થિતિ, રજવાડાના કુળ દેવતા તેમજ પૂર્વજો વિશેની માહિતી આપવામાં આવશે. અખંડ ભારતનાં નિર્માણ માટે યોગદાન આપનાર અને જે વિશે લોકોને જાણકારી નથી એવા વિવિધ જાતિ અને સમાજનાં રજવાડાઓ ની માહિતી આગામી અંકોમાં આપવામાં આવશે.

संबंधित पोस्ट

ભરૂચમાં માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ,

Vande Gujarat News

પૈસા અને સત્તાના જોરે ભાજપનો પેટાચૂંટણીમાં વિજય : કોંગ્રેસ

Vande Gujarat News

ભરૂચ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ થી ઠંડક પ્રસરી.

Vande Gujarat News

અંકલેશ્વરમાં સતત બીજા દિવસે વાયુ પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો…

Vande Gujarat News

ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે ૮૮૮ લાખના ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશનની ખાતમુહૂર્ત વિધિ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ના વરદ હસ્તે યોજાઈ, ભરૂચ તાલુકાના 25 થી વધુ ગામોમાં પથરાશે અજવાળાં

Vande Gujarat News

અંકલેશ્વર તાલુકા સેવા સદનના વ્યવસાય વેરા વસૂલાતની કચેરીમાં મોડી રાત્રે આગ…

Vande Gujarat News