Vande Gujarat News
Breaking News
Bharuch BJP Breaking News Congress Election

ભરૂચમાં નારાજ 100 કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો, કોંગ્રેસનો હાથ પકડ્યો

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે એક પક્ષોમાંથી બીજા પક્ષમાં જોડાવાના દૌર શરૂ
  • નબીપુર બેઠકના ઉપરાલી, સામલોદ, ભરથાણાના લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાના સમીકરણો શરૂ થઇ ગયાં છેે. આજે શનિવારે ભરૂચ તાલુકાના ઉપરાલી, સામલોદ, ભરથાણા તેમજ આસપાસના ગામોના 100 જેટલાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત આગામી મહિનામાં થવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે જિલ્લામાં પોતાના પક્ષથી નારાજ કાર્યકરો અન્ય પક્ષોમાં જોડાવાના સમીકરણો શરૂ થઇ ગયાં છેે.

દરમિયાનમાં ભરૂચ જિલ્લા પંચાયતની નબીપુર બેઠકના સભ્યો શકીલ અકુજીના પ્રયાસો થકી ઉપરાલી, સામલોદ, ભરથાણા તેમજ આસપાસના 100 જેટલાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા, તાલુકા પ્રમુખ સલીમ પટેલ, ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ યુનુસ પટેલ, હસુભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

संबंधित पोस्ट

राजस्थान के स्वास्थ्य मंत्री बोले- हमारे पास पैसा नहीं, मुफ्त में वैक्सीन लगाने का ऐलान करे केंद्र

Vande Gujarat News

નેત્રંગના ઝોકલા ગામની લુંટના એક વષૅથી ફરાર બે આરોપીઓ ઝડપાયા, સોના-ચાંદી અને રોકડ રકમ સહિત તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા

Vande Gujarat News

જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ સુધારા બીલની હોળી કરાઈ

Vande Gujarat News

मनी लांड्रिंग मामले में बढ़ सकती हैं रॉबर्ट वाड्रा की मुश्किलें, सोमवार को होगी सुनवाई

Vande Gujarat News

फिल्म सिटी पर रार, CM योगी बोले- मैं छीनने नहीं आया हूं, ये ओपन मार्केट कंपटीशन है

Vande Gujarat News

રાજ્ય મંત્રીમંડળની બેઠકનો મહત્વનો નિર્ણય : ૧૧મી જાન્યુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે : શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Vande Gujarat News