



સંજય પટેલ – જંબુસર શહેરના સમસ્ત કાછિયા પટેલ સમાજના ઉત્સાહી યુવાનો દ્વારા વખતોવખત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. યુવાનો દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલે પણ ટુર્નામેન્ટનું આયોજન સમાજના યુવાનો દ્વારા યોગીપાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બંટીફળીયા ગામ વાડી તથા પંચ પોળના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર ટૂર્નામેન્ટમાં ૧૧ ટીમોએ ભાગ લીધો હતો, અને ફાઈનલ મેચ કેપી રોકર્સ અને કેપી લીજન્ડ વચ્ચે કાંટે કી ટક્કર જામી હતી. જેમાં પરિણામને અંતે કેપી લિજેન્ડ ના ખેલાડીઓએ દસ ઓવરમાં ૧૨૦ રન કરતાં સદર ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા વિજેતા ટીમને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો. આ સહિત ટુર્નામેન્ટમાં સારું પર્ફોર્મન્સ બતાવનાર ખેલાડીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા. સરદાર ટુર્નામેન્ટને નિહાળવા સમાજના ભાઈ બહેનો યુવાનો ઉમટી પડ્યાં હતાં.