Vande Gujarat News
Breaking News
Breaking News Business Gujarat Surat

સીટેક્ષ એક્ષ્પો’માં એકઝીબીટર્સને રૂપિયા ૭૦૦ કરોડનો બિઝનેસ મળવાની આશા, ર૦૦૦ મશીનોનું મળ્યું બુકીંગ

ફાસ્ટેસ્ટ સ્પીડવાળું ડબલ જર્સી નીટિંગ મશીન દેશભરમાં પ્રથમ વખત સીટેક્ષમાં લોન્જ કરાયું, લોકડાઉનમાં ઠપ્પ થઇ ગયેલા કાપડ ઉદ્યોગને સીટેક્ષથી મળશે વેગ

તેજસ મોદી – સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી એકઝીબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’ને બાયર્સનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. દેશભરમાં પ્રથમ વખત ફાસ્ટેસ્ટ સ્પીડવાળું ડબલ જર્સી નીટિંગ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

સીટેક્ષ એક્ષ્પોમાં ત્રણ દિવસ દરમ્યાન ર૧ હજારથી વધુ બાયર્સે મુલાકાત લીધી હતી. જેને કારણે એક એકઝીબીટર્સને ૪૦૦ મશીનોનું બુકીંગ મળ્યું હતું. આ ઉપરાંત અન્ય એકઝીબિટર્સ મળી ૧૯૦૦થી ર૦૦૦ મશીનોનું બુકીંગ મળતા એકઝીબીટર્સમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. એક અંદાજ મુજબ સીટેક્ષને કારણે એકઝીબીટર્સને આશરે રૂપિયા ૭૦૦ કરોડ સુધીનો બિઝનેસ મળવાની આશા છે. આથી મોટા ભાગના એકઝીબીટર્સે તો અત્યારથી જ ચેમ્બરના આગામી સીટેક્ષ માટે એડવાન્સ બુકીંગની તૈયારી દર્શાવી હતી.

એકઝીબીટર્સના જણાવ્યા મુજબ, કોરોનાને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં કાપડ ઉદ્યોગ પૂર્ણપણે ઠપ્પ થઇ ગયો હતો. આવી પરિસ્થિતિમાં કાપડ ઉદ્યોગને ફરીથી વેગવંતો બનાવવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ અપ કરવા અદ્યતન મશીનરીઓની જરૂર પડે છે. આથી ‘સીટેક્ષ’માં કાપડ ઉદ્યોગની દરેક સેકટરની નવી ટેકનોલોજી સાથેની અદ્યતન મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. આવા સંજોગોમાં ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા આ ફિઝીકલ એકઝીબીશન ‘સીટેક્ષ એક્ષ્પો’ને કારણે કાપડ ઉદ્યોગને પ્રાણવાયુ મળ્યો છે. પ્રદર્શનમાં મુકાયેલી લેટેસ્ટ મશીનરીને કારણે હવે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ પોતાના ધંધાના વ્યાપ માટે લેટેસ્ટ ટેકનોલોજીવાળી મશીનરીનો ઉપયોગ કરશે. આથી સમગ્ર ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને વિકાસની દિશામાં ગતિ મળી રહેશે.

સીટેક્ષની મુલાકાત લેનારા બાયર્સ
પ્રથમ દિવસ – ૬૧રપ
બીજો દિવસ – ૯૦૦૦
ત્રીજો દિવસ – પ૯૦૦
કુલ – ર૧૦રપ

અત્રે નોંધનીય છે ક સીટેક્ષ પ્રદર્શનમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ જેવી મશીનરી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવી છે. સાથે જ સુરતમાં બનેલા ઇન્ડીજિનીયસ નીડલ લૂમ્સ મશીન, ઇન્ડીજિનીયસ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન, ટેરી નીટિંગ મશીન અને એક હજાર આરપીએમ પર ચાલતું એરજેટ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

संबंधित पोस्ट

5G की लॉन्चिंग पर दूरसंचार और प्रौद्योगिकी के दिग्गजों की तारीफ करते हुए PM मोदी ने बोले- मिलकर काम करने की आवश्यकता

Vande Gujarat News

ભરૂચ નગરપાલિકા દ્વારા ટેક્સ સ્વરૂપે ઉઘરાવેલા પાણીના રૂપિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાના એક સામાન્ય નાગરિકના આક્ષેપ બાદ…! જુઓ વિડીયો શું કહ્યું ? પાલિકા પ્રમુખે…

Vande Gujarat News

અંકલેશ્વરના પાનોલીની ઓસ્કાર હોટલ પાછળ પ્રદુષિત પાણી જાહેરમાં ઠલવાતા સ્થાનિકોમાં રોષ

Vande Gujarat News

વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે ગોષ્ઠી કરી ઓર્ગેનિક ખાતરના વિવિધ ફાયદાઓની માહિતી મેળવી

Vande Gujarat News

कोरोना वैक्सीन: पीएम मोदी आज अहमदाबाद-पुणे-हैदराबाद की लैब्स का दौरा करेंगे

Vande Gujarat News

Heavy rains lash Delhi, traffic snarls in some areas

Admin